________________
તપશ્ચર્યા
પ્રકરણ ૨
થાય છે. ચામડીનો રંગ બગડે છે. પુરૂષાર્થનો નાશ થાય છે. આંખ વગે૨ે ઇંદ્રિયોનો વ્યવહાર મંદ પડે છે તથા મુખપાક, નેત્રવ્યથા, રક્તપિત્ત, વાતરક્ત અને ખાટા ઓડકાર વગેરેથી દુષ્ટરોગોનો જન્મ થાય છે.
કટુ રસ ઃ કડવા રસનું અધિક સેવન ભ્રમ, મંદ, કંઠશોષ, તાળુશોષ, ઓશોષ, ગરમી, બલક્ષય, કંપ અને હાથ-પગ તથા પીઠમાં શૂળ ઉત્પન્ન કરે છે.
તિક્ત રસ : તીખા રસનું અધિક સેવન કરવાથી ડોકની નસો જકડાય છે. નાડીઓ ખેંચાય છે. શરીરમાં વ્યથા ઉત્પન્ન થાય છે. કંઠતર અને કંપ થઈ આવે છે તથા ભૂખ મંદ પડી જાય છે.
કષાય રસ : એટલે કિરાર રસનું અધિક સેવન થાય તો મુખશોષ અધ્યા (આફરો), નસોનું જકડાવું, કંપન, શરી૨ સંકોચ આદિ રોગો ઉત્પન્ન થાય છે. એટલે રસવૃદ્ધિ કે રસલોલુપતા આરોગ્યની દૃષ્ટિએ પણ હાનિકારક છે અને તેથી સમજુ મનુષ્યોએ તેનો ત્યાગ કરવો આવશ્યક છે.
પશ્ચિમના આહારશાસ્ત્રીઓએ પણ આ વાત કબૂલ કરી છે કે કોઈપણ રસનું અધિક માત્રામાં સેવન કરવું એ હાનિકારક છે. ડૉ. બ્લોયે તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ‘મીઠાઈઓના શોખનો કુપ્રવૃત્તિઓ સાથે સંબંધ છે જે લોકો મીઠાઈના અતિ શોખીન હોય છે તેમના પતનની સંભાવના વધુ છે.’
રસનો ત્યાગ કરવો એટલે સ્વાદને જીતવો અર્થાત્ લિજ્જતદાર વાનગીઓના મોહમાં ન પડતાં સાદાસાત્વિક ખોરાકથી ચલાવી લેવું. કોઈ એમ સમજતું હોય કે એથી આરોગ્ય બગડી જાય અને શરીર દુબળું પડે તો એ સમજ બરાબર નથી. વધારે સ્પષ્ટ કહીએ તો એ સમજ ઉલટી છે. ઘણો મસાલેદાર ખોરાક લેવાથી આરોગ્ય બગડે છે અને સાદો સાત્વિક ખોરાક લેવાથી આરોગ્યનું રક્ષણ થાય છે. વધારામાં સંયમ સાધના સુલભ બને છે અને તે આ જીવનનો સહુથી મોટો લાભ છે.
પરંતુ આજે તો ચટાકા-પટાકા સ્વાદ ક્યાંથી આવે એના માટેના સાપ્તાહિકો, માસિકો ઉપલબ્ધ છે. તૈયાર માલ જોતો હોય તો લારીઓ, હોટલો છે. એમાં કઈ વસ્તુઓ વપરાણી છે, એમાં કયા પદાર્થો નાખ્યા છે, એ કોઈ જ પૂચ્છા નથી કરતા બસ જે મળે તે, જ્યારે મળે જરૂર નથી ત્યારે જેવું મળે એવું ખા ખા કરે છે. આ સ્વાદવૃત્તિ એ તો કુળ, ખાનદાની, લજ્જા, મર્યાદા બધુ જ ભૂલાવી દીધું છે. છતાં આને છોડવી એ મુશ્કેલ છે. કારણ કે સ્વાદ એ ટેવની વસ્તુ છે. એટલે તે કેવળ કેળવાય છે. કદાચ પ્રારંભમાં થોડી મુશ્કેલી લાગશે પણ આપણી ટેવનું પરિવર્તન કરવા ધારીએ તો જરૂર કરી શકાય છે.
રસનો બીજો અર્થ આસક્તિ છે તે જોરદાર બને તો જીવ, જીવની તૃપ્તતા નજીક આવી શકતી નથી તાત્પર્ય એ છે કે આસક્તિ વધતાં એક વસ્તુ વધારે ને વધારે ગમવા લાગે છે. તેના કારણે પ્રમાણ, સમય કે નાના-મોટાના વિવેકનો પણ ખ્યાલ રહેતો નથી. આથી મનુષ્યને રોગના ભોગ
૨૪૯.