________________
તપશ્ચર્યા
પ્રકરણ
-
તિર્થંક અને નારકીના જીવો પણ સહન કરે છે તો એમનું જીવન પણ ધન્ય થયું કહેવાય ને ?
ના... તિર્થંક કે નારકીના જીવો સહન કરે છે પણ સ્વેચ્છાએ નહિ. સહન કરવું પડે છે માટે કરે છે. સહન કરવામાં પણ રાડો પાડે છે. ત્રાસ દેનાર પર ગુસ્સે થાય છે ને ક્યારે આમાંથી છૂટાય એ ઝંખે છે. એટલે આ કોઈ પ્રસન્નતાથી સહવાની વાત નથી. સહન કરવાનો હિસાબ રાખ્યો હોય તો પ્રસન્નતાથી સહન કરે તો જીવન ધન્ય, ધન્ય બની જાય.
મહાવીર સ્વામી, બંધકમુનિ, ગજસુકુમારમુનિ, મેતારજમુનિ, રામચન્દ્રજી, પાંડવો, કામદેવાદિ શ્રવકો વિગેરે જે આત્માઓએ સહન કર્યું, પ્રસન્નતાથી સહન કરવાનું રાખ્યું. તો એ ધન્ય બની ગયા એમનું જીવન ધન્ય બની ગયું. બસ સહન કરો. સહન કરવામાં એકાંત લાભ જ છે. આ જીવનમંત્ર જીવન સિદ્ધાંત બનાવવાનો છે. જેના કારણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી કરી અનુકૂળતા ઉપર મન જ નબળું જવાનું રાખ્યું. પ્રતિકૂળતા આવી પડી તો જરાએ ખેદ થવા દીધો નહિ, નહિ રાગ, નહિ દ્વેષ ત્યાં સમતા સ્વાભાવિક બની ગઈ.
તપનું પ્રાયોગિક પક્ષ :
પ્રયોગ શબ્દમાં જ તેનો અર્થ સમાયેલ છે. જે વસ્તુનો ઉપયોગ તેને પણ પ્રયોગ કહેવામાં આવે છે. વ્યતપત્તિની દૃષ્ટિએ જોઈએ તો પ્રયોગ શબ્દ પ્ર + યોગ એમ બે શબ્દોના જોડાણથી બનેલો છે. આમ પ્ર એટલે ઉપયોગમાં લેવું અને યોગ એટલે જોડવું.
૨
તપના પ્રાયોગિક પક્ષની ચર્ચા કરીએ તો પ્રથમ શરીર સંબંધ જે કાંઈ ઇન્દ્રિય નિગ્રહ કરવામાં આવે તેને તપનો શરીર સંબંધે પ્રાયોગીક પક્ષ થયો તેમ કહેવાય “તપ”ની આરાધનામાં જે કાંઈ સુખ એશ, અરમાનો, નિગ્રહ અને કોઈપણ વસ્તુ કે જે સુખ સંબંધી હોય તેનો ત્યાગ એ તપશ્ચર્યા સામાન્ય અર્થમાં કહી શકાય.
૨૫૧.
ભૂખ વેઠવી, તૃષા સહન કરવી. તાપ સહન કરવો, તમારા સુખો કે જે શરીર સંબંધી છે. તેનો ત્યાગ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો તમામ પ્રકારના ઇન્દ્રિયજન્ય સુખોનો ઉપભોગ પ્રત્યેનો વૈરાગ્ય તેને તપનું પ્રયોગાત્મક પાસું કહીશું. સંસારમાં તમામ મનુષ્યોને પોતાની શક્તિ-સમજ પ્રમાણે આ પ્રકારની તપશ્ચર્યા ક૨વાથી જીવનમાં શિસ્તનો વિકાસ થાય છે અને શિસ્તબદ્ધતા કેળવવાથી સમગ્ર જીવન માત્ર ઇન્દ્રિયસુખ નહીં પરંતુ તમામ જીવો માટે સુખરૂપ બની જાય છે.
ગૃહસ્થ કે સંસારી વ્યક્તિને બાજુએ મૂકી સન્યાસી, વૈરાગી કે સાધુ માટે તપનું પ્રાયોગિક પક્ષ ભિન્ન છે. સન્યાસી માટે તો તેનો ધ્યેય અંતિમ દ્રવ્ય તરફ ઉર્ધ્વ ગતિ કરવાનો હોય છે અથવા આત્મ કલ્યાણ દ્વારા જગત કલ્યાણનો તેનો ધ્યેય હોય છે. સન્યાસી માટે મોક્ષ અથવા અપવર્ગ પામવા માટે સાધના તરીકે તપને સાધન તરીકે ઉપયોગ કરવાનો છે અને આ સાધન દ્વારા જ તેની સાધનાથી ધ્યેય સિદ્ધિ હાંસલ કરી શકાય