________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
ઇચ્છાઓ ઓછી અને નબળી થતી જાય છે કે નહીં? તપસ્વીઓ જો આટલું કરતાં થઈ
જાય તો જ્ઞાનીઓની જેમ તેઓને મન પણ તમામ પ્રલોભનો હાસ્યાસ્પદ બની જાય. શિક્ષણ
૧ ઉપવાસ તે ૧ ઉપવાસ એકી સાથે ૨ ઉપવાસ તે ૫ ઉપવાસ ગણાય એકી સાથે ૩ ઉપવાસ તે ૨૫ ઉપવાસ ગણાય એકી સાથે ૪ ઉપવાસ તે ૧૨૫ ઉપવાસ ગણાય એમ પાંચે ગુણતા જેવું એટલે ૮ ઉપવાસ એકી સાથે કરવાથી ૭૮૧૨૫ ઉપવાસ થાય-ગણાય. ૧ ઉપવાસ ઉપર એક પહોર ખેંચે તો
૨ ઉપવાસ ગણાય ૧ ઉપવાસ ઉપર બે પહોર ખેંચે તો
૩ ઉપવાસ ગણાય ૮ ઉપવાસ ઉપર એક પહોર ખેંચે તો ૧,પ૬,૨૫૦ ઉપવાસ ગણાય ૮ ઉપવાસ ઉપર બે પહોર ખેંચે તો ૨,૩૪,૩૭૫ ઉપવાસ ગણાય ૧ પોષધ = ૫ ઉપવાસ, કોઈથી છુટક ૨૫ ઉપવાસ થતાં ન હોય, તો પાંચ પોષધ કરવા. અગર ૧ પોષધ ઉપર ૧ પહોરથી બે પૌષધ ગણાય, એટલે ૧૦ ઉપવાસ ગણાય. અગર ૧ પોષધ ઉપર ૨ પહોરથી ત્રણ પૌષધ ગણાય, એટલે ૧૫ ઉપવાસ ગણાય. અગર ૨ પોષધ સાથે કરે તો પાંચ પૌષધ ગણાય અથવા ૨૫ ઉપવાસ ગણાય.
ઉપર મુજબ પહોરનો હિસાબ પણ ગણવો અને એકસાથે ઉપવાસ કરવાથી પાંચ ગણા કરતા જવા. ૨૫ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવ્યું હોય, તો એકી સાથે બે(છઠ્ઠ) પોષધ કરો, એટલે ૨૫ ઉપવાસ થઈ ગયા. વિચાર કરતાં ઉપરની વાત લાગે છે પણ ઠીક-બંધ બેસે તેવી, કારણકે ઉપવાસ અને પોષધમાં ઘણો ફેર છે; ઉપવાસમાં તો ફક્ત ખાવાની જ બંધી છે, બાકી બધું છૂટું છે. ત્યારે પૌષધમાં ખાવાની મના તો છે જ પણ સાથે જ બીજી ઘણી ઘણી એવી મનાઓ છે કે – પૌષધ કરનારને સંસાર સાથે એક દિવસ માટે કાંઈ જ લેવાદેવા નથી. સંસારના બધા જ કામોની મના છે. એટલે ઉપવાસ કરતાં પૌષધનું ફળ પાંચ ગણું બતાવ્યું છે. તે બરાબર જ છે.