________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
૧૧. દોષરહિત આહાર ગ્રહણ કરનારા શ્રમણ-શ્રમણીઓને સદા ઉપવાસી કહ્યા છે ! છતાંય તેઓ
| ઉત્તરગુણોની વૃદ્ધિ અર્થે નિરંતર તપસ્યા આદરતા હોય છે. ૧૨. વેઢસી, ગંઠસી, મુકસી વગેરે અનેક પ્રકાર પચ્ચકખાણો વર્ણવાયા છે. શાસ્ત્રમાં. આ બધાં
“અનશન'નામના પ્રથમ બાહ્યતપના ભેદો છે. બે સુંદર શ્લોકો આવે છે. ગંઠસી (એટલે કે કપડાને પ્રન્થિ - ગાંઠ બાંધેલી હોય ત્યાં સુધીનું) પચ્ચકખાણ કરનારો કર્મપ્રન્થિને છોડે
છે અને સ્વર્ગ-અપવર્ગની ગાંઠ બાંધે છે. ૧૩. છ બાહ્યતપનો પરિચય : (૧) અનશન : અનશન એટલે આહાર રહિત સ્થિતિ અનશન
: ગંઠસી, મુસી, નવકારશી, ચોવિહાર, તિવિહાર, બિયાસણું, એકાસણું, આયંબિલ, ઉપવાસ આદિ અનશન તપ છે. (૨) ઊણોદરિકા : પુરુષ-સ્ત્રીનું ૩૨/૨૮ કોળીયાથી ભરાઈ જાય છે. ખાતાં ખાતાં ઊણું રાખવું તે ઊણોદરિકા, કોળિયો વ્યાજબી ગણાય. થોડાક કોળિયા ઓછા લેવા અને પેટને ઊણું રાખવું તે ઊણોદરિકા, ઊણોદરી. (૩) વૃત્તિસંક્ષેપઃ આહારસંશાભોજન વૃત્તિને અંકુશમાં રાખવા, આહાર દ્રવ્યોની મર્યાદિત સંખ્યા નિશ્ચિત કરી લઈ, બાકીનાનો ત્યાગ કરવો. (૪) રસત્યાગ : રસાસ્વાદ લાલસાનો નાશ કરવા, રસદાર ગણાતી છ વિગયોમાંથી કોઈનો ત્યાગ કરવો (પ) કાયકલેશ : ભવભ્રમણના મૂલકારણ સમા દેહમમત્વને તોડવા સહન થઈ શકે એવાં કષ્ટો કાયાને આપવા તે કાયક્લેશ, લોચ-વિહાર
આદિ કાયક્લેશતપ છે. (૬) સંલીનતા : અંગોપાંગને સંકોચીને રહેવું તે. ૧૪. છ અત્યંતર : (૧) પ્રાયશ્ચિત : કરેલા પાપોનું પશ્ચાત્તાપપૂર્વક આત્મા અને ગુરુની સાક્ષીએ
નિવેદન (૨) વિનય : બહુમાનપૂર્વક ગુરુભક્તિ (૩) વૈયાવૃત્ય : બાલ-વૃદ્ધ આદિની સેવા, વેયાવચ્ચ (૪) સ્વાધ્યાય : ગુરુ પાસે શ્રુતવાચના આદિ શાસ્ત્રાધ્યયન (પ) ધ્યાન : અંતર્મુહૂર્ત સુધી ધર્મચિન્તન (૬) કાયોત્સર્ગ : કાયાનો અમુક સમય માટે વિધિપૂર્વક સ્થાનથી, મૌનથી
અને ધ્યાનથી ત્યાગ. ૧૫. જ્યાં ઇન્દ્રિયગમન છે, જ્યાં કષાયશમન છે, જ્યાં બ્રહ્મચર્ય છે તેવા જ તપ કરણીય છે,
અને તે પણ (કમ્મપયટ્ટા ન અન્ના) કર્મક્ષયાર્થે, અન્ય કોઈ ઇચ્છાથી નહિ ! ૧૬. તે જ તપ આદરવો જોઈએ. જ્યાં દુર્થાન ન થાય, જ્યાં ઇન્દ્રિયહાનિ ન થાય, અને જ્યાં
અન્ય ધર્મારાધના સીદાય નહીં.