________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
૧૧. મૂત્રશોધર, મળાવરોધ, આફરો, હેડકી, મૂછને દૂર કરનાર, વાયુહર, દીપન અને પાચક
ચીડ (તેલિયા દેવદારનું લાકડું) ૧૨. શીળશ, અજીર્ણ : ચૂનો. ૧૩. ઉલ્ટી રોકવા, બક્તિશૂળ : તગર, ડાભનું મૂળ. ૧૪. વાતકર, ઉષ્ણ, ઋચિકારક, મોળ આવવી-પાનની જડ. ૧૫. પીત્તની ઉલટી બંધ કરવા : મુચકણ (પીસ્તાનાં ફળ) મુચકુંદ. ૧૬. શીતળતા માટે : ચંદન, બેડની છાલ. ૧. તપશ્ચર્યા : ઇન્દ્રિય મુગલાઓનું વશીકરણ કરતી આ એક વાગરા છે, કષાય - તાપને શમાવતી
મીડીમજાની દ્રાક્ષ છે. આ અને કર્મઅજીર્ણને દૂર કરતી હરડે છે. આ આવી રજૂઆત શ્રી
અચારાગ સૂત્રમાં છે. ૨. તાધર્મ બે પ્રકારે છે. બાહ્ય અને અભ્યન્તર. બનેના છ - છ પ્રકારો મળીને તપધર્મ બાર
પ્રકારનો ગણાય છે. શ્રી સિંદૂરપ્રકરણમાં કહ્યું છે : કર્મ પર્વતને ભેદવામાં જે વજ સમાન છે, કામવિકારોના દાવાનલને શમાવવામાં જે જળ સમાન છે. ઇન્દ્રિયોરૂપી નાગપાસોને વશ કરવામાં જે મંત્ર સમાન છે. વિપ્ન અંધકારને હઠાવવામાં જે સૂર્યસમાન છે અને લબ્ધિલક્ષ્મીરૂપી લતાનું જે મૂળ છે. તે બાર પ્રકારના તપધર્મને નિઃસ્પૃહ અને નિષકામ બનીને આદરવો જોઈએ. યોજનો દૂર રહેલી વસ્તુ નિકટ આવી જાય છે. દુષ્કર કાર્ય સફળ બની જાય છે. વર્ષો પછી મળનારી સિદ્ધિ તત્કાળ મળી જાય છે. તપધર્મના પ્રભાવે, અસ્થિરતા ટળે છે. અને સ્થિરતા મળે છે. દુર્લભ સંયોગો સુલભ બને છે. દુઃખો હટે છે અને સુખો પ્રગટે છે. અશક્ય કશું જ નથી તપધર્મ માટે ! તપસ્વીને સદ્ગતિ સહજમાં મળે છે. અપાર ધૈર્ય અને અગાધ સહનશીલતા વિના તપશ્ચર્યા આદરી શકાતી નથી. ભૂખતરસને વેઠવાં સરળ નથી. ભૂખ્યો માણસ કોઈપણ અકાર્ય કરવા તૈયાર થઈ જતો હોય છે. જીવન ટકાવવા માટે પ્રાણપ્યારી સુષ્માના મૃતકમાંથી તેના સગા ભાઈઓ અને સગા પિતાજીએ માસના ટુકડાઓ કાઢીને ખાધાની હૃદયદ્રાવક ઘટના જૈનશાસ્ત્રમાં આવે છે એમ અન્યત્ર પણ શોકમાં ગાંધારીએ આખો દિવસ અન્નજળ ન લીધાં, રાતે તેને