________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
૨.૪ જૈન આગમોમા તપ
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર - આ સૂત્રમાં તપશ્ચર્યા શા માટે કરવી જોઈએ એનો શુ લાભ છે ? તપશ્ચર્યાની મહત્તા બતાવતા કહ્યુ કે તપશ્ચર્યા આહાર અને શરીર વિષયક અનાસક્તિ ભાવ કેળવવાની વાત બતાવી છે. રસેન્દ્રિય સંયમનું વિશેષ રૂપે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તપશ્ચર્યા કરતા પહેલા મહત્વની બાબતોનું પણ નિરુપણ અદ્ભત કર્યું છે.
જેમકે ધન્ય અણગારે તપશ્ચર્યા કરતા પહેલા ગુરુઆજ્ઞા માંગી, ગુરુભગવત્તે પણ ક્યારે હા પાડી ? એમની વાણીમાં વિનય અને નમ્રતા હતી. આજ્ઞાપૂર્વક કરાયેલી તપશ્ચર્યા જ ઉત્કટ કક્ષાનું ફળ આપે છે અને આરાધક બનાવે છે. જ્યારે આજ્ઞા વગરનું તપ સાવ સામાન્ય કક્ષાનું ફળ આપે છે અને વિરાધક બનાવે છે.
ઘન્યમુનિએ પણ દીક્ષા લઈને તે જ દિવસથી જીવન પર્યન્ત છઠના પારણે છઠ તેમજ પારણામાં રૂક્ષ આહાર આયંબીલ જેવો આહાર તેમાં પણ ઉર્જિત ધર્મવાળો આહાર ફેંકી દેવા જેવા એટલે મનુષ્યો તો ઠીક પરંતુ જનાવરો પણ ખાવા તૈયાર નથી થતા એવા પ્રકારનો આહાર લેવાનો અભિગ્રહ કર્યો હતો. આવી ભીષ્મ તપશ્ચર્યા દરમ્યાન પણ સ્વાધ્યાય, ધ્યાન આદિ આરાધનાઓ પણ ચાલુ જ હતી. પ્રાયઃ કરીને પ્રમાદને દેશવટો આપ્યો હતો. વિધિપૂર્વકની તપશ્ચર્યાના કારણે અદીન, અવિમન એટલે કે પ્રસન્નચિત્ત, કષાયમુક્ત, વિષાદરહિત, અપરિગ્રાન્ત યોગી અર્થાત નિરંતર સમાધિ ભાવમાં રહેતા હતા.
આ તપશ્ચર્યા કરવાથી ધન્યમુનિને એ લાભ થયો કે એમનું નૈતિકબળ, એમની હિમંત, એમના મનોબળના જુસ્સો એટલો બધો વધી ગયો કે શરીર સાવ સુકાઈ ગયુમાંસરહિત થઈ ગયુ, હાડકા દેખાવા લાગ્યા, ચામડી લબડવા માંડી, ચાલતા સમયે હાડકાનો અવાજ સંભળાવા લાગ્યો, નસો દેખાવા લાગી. આમ કાયાથી શરીરનો દેહધ્યાસ તૂટી ગયો અને મનથી આત્મભાવમાં જોડાઈને મજબુત થઈ ગયા. શરીર કૃશ બની ગયુ, છતા કોઈ જ રંજ નહિ. એના બદલે રાખના ઢગલામાં દાબેલા અગ્નિની જેમ તેઓ તપના તેજથી અત્યન્ત શોભતા હતા. અનંત કર્મની નિર્જરા કરતા હતા.
શ્રેણિક મહારાજાએ પણ ભગવાનને પુછયુ હે પ્રભુ! આપના આ શમોવશરણ ક્યા અણગાર મહાદુષ્કરકારક છે અને મહાનિર્જરાકારક છે? ત્યારે પરમાત્માએ પણ ધન્ય અણગારીની વાત કરી હતી. ખુબ જ પ્રશંસા કરી હતી.
આવી રીતે જાલીકુમારોએ પણ ગુણસંવત્સર આદિ તપની આરાધના કરેલ.
(૨૩૯