________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
ન મળતા સંકલ્પ કે વિકલ્પ કરતો નથી. આક્રોશાદિ વચનનો સહારો લેતો નથી પરંતુ દ્રવ્ય અને ભાવથી લઘુતા - હળવાપણાનો પ્રાપ્તિ સાથે તપ ભાવમાં પ્રવૃત થાય છે.
મુનિ એટલે કે સાધક આત્માઓ અનેક પ્રકારના અભિગ્રહધારી હતા. કદાચ અભિગ્રહ પૂર્ણ ન થાય તો મનમાં ખેદ ન લાવતા એને લંબાવી દેતા હતા.
ઉપધાન એટલે તપ - આમાં ભગવાન મહાવીર સ્વામીની વિવિધ પ્રકારની તપ સાધના બતાવી છે. જેમકે ઉપવાસ, આસનો, આવેલા પરીષહોનો સમભાવ પૂર્વક સહન કરી વિજય પ્રાપ્ત કરવો.
छटेण एञया भुंजे, अदुवा अट्ठमण दसमेण । दुवालसमेण एञया भुंजे पेहमाणे समाहिं अपडिण्णे ।।
ભગવાન ક્યારેક છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ કરી પારણુ કરતા હતા. આહારની અનુકૂળતા વિષયક પ્રતિજ્ઞાથી રહિત થઈને પોતાની સમાધિનું અવલોકન કરતા તપ કરતા હતા. તેમની તપ સાધના સતત જાગૃતિ, યતના અને ધ્યાનમગ્નતા પૂર્વકની હતી.
મુનિ જીવન એટલે કે સાધક આત્માઓ માટે સાધનાની ત્રણ ભૂમિકા બતાવી છે. પ્રાથમિક સાધના માટે ત્રણ વાત અનિવાર્ય બતાવી છે. સામાયિક, પ્રતિક્રમણ, જાપ આદિ આરાધના સાધનાની દ્રષ્ટીએ એટલે કે કર્મનિર્જરા, આત્મકલ્યાણના ભાવથી કરતા હોઈએ તો ત્રણ વાતનું લક્ષ રાખવું અનિવાર્ય છે. માત્ર આમ ને આમ કરવી છે એને યાદ રાખવાની કોઈ જ જરૂર નથી (૧) ધન, ધાન્ય, જમીન, કુટુંબપરિવારાદિ, ભોગ-ઉપભોગના પદાર્થો વિગેરેનો ત્યાગ કરવો એટલે કે મમત્વ રહિત બનવું. આસક્તિ ભાવ ઘટાડવો. (૨) ઈન્દ્રિયોને શાંત કરવી (૩) મનને સ્થિર કરી એકાગ્રતા કેળવવી.
સાધનાની ત્રણ ભૂમિકા - ગાવીતા, પવન, જથ્વીતા, આવીડન, અપીડન, નિષ્પીડના (૧) આપીડન - દીક્ષા લીધા બાદ અથવા સાધનામાં સ્થિર થયા બાદ સંયમરક્ષા તેમજ શાસ્ત્ર અધ્યયન માટે આવશ્યક તપ કરવુ (ઉપવાસ, આયંબીલ) તે “આપીડન” છે.
(૨) પ્રપીડન - શિષ્યોને કે સાધક આત્માઓને વાચન આપવી, સત્સંગ કરાવતી વખતે પોતે પણ સાધના અને તપશ્ચર્યા કરે છે. તે “પ્રપીડન” છે.
(૩) નિષ્પીડન - શરીરત્યાગની સાધક આત્મા આત્મકલ્યાણની ભાવના સાથે સંયમ તપની સાધના સારા પ્રમાણમાં કરી રહ્યા હોય અને શરીર પણ જીર્ણ-શીર્ણ અથવા વૃદ્ધ થઈ ગયું હોય ત્યારે તે સમાધિ મરણની તૈયારીમાં જોડાઈ જાય છે. તે સમયે તે મોક્ષાભિલાષી સાધક એકાંગી તપ સાધનામાં જ લીન થઈ દેહ વિસર્જનની ઉત્કૃષ્ટ સાધના કરે છે તે “નિષ્પીડન” છે.
આ તપ સાધના સાથે બાહ્ય-આત્યંતર તપ કરતા શરીર તથા આત્માનું ભેદવિજ્ઞાન કરીને શુદ્ધાત્માને પ્રાપ્ત કરે છે. સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે.