________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
આમ અપ્યારાંગ સૂત્રમાં તપશ્ચર્યાનો અનેક રીતે મહિમાં બતાવ્યો છે. શ્રી જ્ઞાતાધર્મકથાગ સૂત્ર -
આ સૂત્રમાં કથાના માધ્યમે ઉપદેશ સાથે આચાર પાલન એટલે કે તપશ્ચર્યાની વાત બતાવી છે. મેઘમુનિની ઉત્કૃષ્ટ તપશ્ચર્યાનું વર્ણન બતાવવામાં આવ્યું છે.
તપશ્ચર્યા કેવી રીતે કરવી જોઈએ એ સુંદર પ્રમાણમાં વાત બતાવી છે. યથાકલ્પ આચારાનું સાર, યથામાર્ગ - જ્ઞાનાદિ માર્ગનુસાર, કાયાથી સમ્યગૂ પ્રકારે અંગીકાર કરી ઉપયોગ પૂર્વક પાલન કરવું, અતિચારોનું શુદ્ધતાપૂર્વક તેનું આચરણ કરવું. તો તપશ્ચર્યા સુખરૂપ અને નિર્વિને પાર પડે અને આ જ વિધિથી મેઘકુમારે પ્રથમ પ્રતિમાઓ ગ્રહણ કરી તપશ્ચર્યા કરવા લાગ્યા. તે આ પ્રમાણે છે.
પહેલા મહિનામાં એકાંતર ઉપવાસ ઉત્કટ (ગોદોહન) આસન સ્થિર રહિને દિવસે સૂર્યસન્મુખ આતાપના લેવા. તેમજ રાત્રે અલ્પવસ્ત્ર ધારણ કરી વીરાસનમાં સ્થિત રહેતા હતા. બીજા મહિને છ૪, ત્રીજા મહિને અટ્ટમ, ચોથા મહિને ચાર ઉપવાસ, પાંચમા મહિને પાંચ ઉપવાસ અલ્પ પ્રમાણે છઠ મહિને છ-છ ઉપવાસ, સાતમા મહિને સાત-સાત ઉપવાસ, આમ આઠ, નવ, દસ કરતા કરતા ૧૬માં મહિને સોળ-સોળ ઉપવાસની તપશ્ચર્યા સાથે ઉત્કટ આસને સ્થિત થઈને સૂર્યની સન્મુખ આતાપના ભૂમિમાં આતાપના લેવા અને રાત્રે અલ્પ વસ્ત્રમાં સ્થિર રહેતા હતા.
ગુણસંવત્સર તપ, માસખમણ તપ આદિ વિવિધ પ્રકારની તપશ્ચર્યા દ્વારા આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. ત્યાર પછી તે ઉરાલ પ્રધાન, દીર્ધકાલીન તપ કરતા હોવાથી વિપુલ, શોભાસંપન્ન, ગુરુદ્વારા પ્રદત્ત અથવા પ્રયત્ન સાધ્ય, બહુમાનપૂર્વક પ્રગૃહીત, કલ્યાણકારી, શિવકારી, ધન્યકારી, મંગલકારી, ઉદગ-ઉત્તરોત્તર વૃદ્ધિ યુક્ત, ઉદાર નિષ્કામ હોવાથી ઔદાર્ય યુક્ત ઉત્તમ-અજ્ઞાનાંધકારથી રહિત અને મહાન પ્રભાવશાળી તપકર્મથી શરીર કશ થઈ ગયું, સુકાઈ ગયું. છતાં ખેદ થયા વગર સાધનામાં સ્થિર બની ગયા. આના કારણે રાખતી ઢાકેલી અગ્નિની જેમ તે તપ તેજથી દેદીપ્યમાન અને તપતેજની શોભાવી અતિ-અતિ શોભાયમાન લાગતા હતા.
શ્રી ભગવતી સૂત્ર -
શ્રી ભગવતી સૂત્રમાં પણ બાહ્યતપ તથા આત્યંતર તપ મળી ૧૨ પ્રકારના તપની વિસ્તારથી વાત બતાવવામાં આવી છે. તેનુ લક્ષ માત્ર કર્મનિર્ભર બતાવ્યું છે. એ સિવાય બીજા પણ તપ બતાવ્યા છે.
સ્કંદક અણગાર પરમાત્મા પાસેથી આજ્ઞા લઈને ભીક્ષુની બાર પ્રતિમાએ સૂત્રોનુસાર, કલ્પ-આચાર અનુસાર, માર્ગાનુસાર યથાતથ્ય સમ્યક પ્રકારે કાયાથી સ્પર્શ કર્યો, પાલન કર્યુ, શુદ્ધતાપૂર્વકનું આચરણ કર્યુ. તપશ્ચર્યા પૂર્ણ કરી, કીર્તન કરી તેનું અનુપાલન કરી અને આજ્ઞાનુસાર તેની આરાધના કરી ઉક્ત પ્રતિમાઓને કાયાથી સમ્યફ રીતે સ્પર્શ કરી, આજ્ઞાપૂર્વક આરાધના કરી બાર પ્રતિમાનું તપ પૂર્ણ કર્યું. ત્યારબાદ “ગુણરત્ન સંવત્સર” તપ કર્યું એ સિવાય પણ વિવિધ પ્રકારે તપશ્ચર્યા કરી. શરીરને સુકવી નાંખ્યું. શરીરના રાગભાવ ઉપર વિજય પ્રાપ્ત