________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
૧૭. બારે પ્રકારના તપમાં શ્રેષ્ઠ તપ કયો? કહ્યું છે : મોક્ષ જેવું કોઈ સુખ નથી, નરક જેવું
કોઈ દુઃખ નથી, બ્રહ્મચર્ય જેવું કોઈ વ્રત નથી, સ્વાધ્યાય કોઈ તપ નથી. ૧૮. જિનશાસનના આઠ પભાવકોમાં તપસ્વીનું સ્થાન પણ છે. પૂ.આ.શ્રીજગન્ચન્દ્રસૂરિજી મ.ની
જિંદગીભર આયંબિલની તપશ્ચર્યા નીહાળીને ત્યાંના બાદશાહે તેઓને “તપા' બિરૂદ આપ્યું. આ બિરૂદ ઉપરથી નિગ્રંથ ગચ્છ અત્યારે તપાગચ્છ તરીકે ઓળખાય છે. સમ્રાટ અકબરને પૂ.આ.શ્રી હીરવિજયસૂરીશ્વરજી સુધી પહોંચાડનારી નારી ચંપા શ્રાવિકા પણ તપસ્વીપ્રભાવિકા
ગણાય છે. ૧૯. એક પદ્યમાં તપધર્મનો સર્વાગીણ પરિચય આ રીતે આપ્યો છે : (૧) તે લક્ષ્મીવર્ધક છે. (૨)
તે ભવનાશક છે (૩) તે રોગનાશક છે (૪) તે કર્મનિર્જરાનું કારણ છે. (૫) તે વિઘ્નોનું વિદારણ ઝટ કરે છે. (૬) તે ઇન્દ્રિયગમનનું શ્રેષ્ઠ સાધન છે. (૭) તે મંગલરૂપ છે. (૮) તે ઇચ્છિત કાર્યસંસાધક છે. (૯) તે દૈવી તત્વોને આકર્ષે છે અને (૧૦) તે
કામવિનાશક છે. ૨૦. શ્રી ઋષભદેવના ૪૦૧ લાગટ ઉપવાસ (૨) દીક્ષાની અનુજ્ઞા પામવા માટે શ્રી ઋષભદેવની
સુંદરીએ કરેલા લાગટ ૬૦,૦૦૦ વર્ષ સુધીના આયંબિલ (૩) વીરવિભુના આત્મા નંદમુનિએ કરેલા ૧૧,૮૦,૬૪૫ માસક્ષમણ (૪) બાહુબલિજીના નિશ્ચલ કાયોત્સર્ગ સાથેના સળંગ ૩૬૦ ઉપવાસ : આ બધી ધુરંધર તરસ્યાઓની સાથે સાથે (૧) શ્રી વીરવિભુની સાડાબાર વરસની તપોમય ઘોર સાધના (૨) જંબૂસ્વામીના આત્મા શિવકુમારે કરેલા ૧૨ વર્ષના લાગેટ આયંબિલ (૩) શ્રી ગૌતમસ્વામીના નિરંતર છઠ્ઠ (૪) શ્રી નંદીઘોષમુનિના છઠ્ઠ-છઠ્ઠના પારણે આયંબિલ (પ) એવા જ તપસ્વી અને શ્રી વીરવિભુએ પોતાના ૧૪,૦૦૦ શિષ્યોમાં ચઢતે રંગે ગણાવેલા શ્રી ધન્ના અણગાર (૬) વલબ્ધિથી ભિક્ષા મળે તો જ પારણું કરું એવા સંકલ્પ સાથે ઉપવાસ કરતા, શ્રી નેમિપ્રભુના શ્રીમુખે વખણાયેલા શ્રીઢંઢણકુમાર બાહ્યતા પ્રથમભેદ “અનશન'ના આ બધાં ઉદાહરણોનો આદર્શ સતત નજર સામે રાખવાથી તપશ્ચર્યાનું પ્રેરકબળમળી
શકે છે. ૨૧. અને છેલ્લે તપ એટલે એકઝેટલી શું? ઇચ્છાનિરોધરૂપઃ ! તપ એટલે ઇચ્છાઓનો નિરોધ
કર્મોદયવશ કે પ્રમાદવશ પ્રગટતી અહિતકર ઇચ્છાઓને અટકાવવાનો સફળ પુરુષાર્થ એટલે તપ, તપ દરમિયાન અને તપ પછી તપસ્વીઓએ સતર્ક રહીને તપાસવું જોઈએ કે દુર્ગતિદાયક
-(૨૩