________________
તપશ્ચર્યા
૫.
૬.
૭.
એટલી ભૂખ લાગી કે એકલી રણાંગણમાં પહોંચી, વ્હાલા દીકરાઓના શબનો ઢગલો કરીને તેના ઉપર ચડીને ઝાડ પરના પાકેલાં ફળો તેણે ખાધાં !
૯.
પ્રકરણ ૨
સુવર્ણમાંના સહજાત મલને જેમ અગ્નિ દૂર કરે છે અને સુવર્ણના અસલ શુદ્ધસ્વરૂપને ઝળકાવે છે. તે જ રીતે આત્મામાંના સહજાત કર્મોને તપશ્ચર્યા દૂર કરે છે, અને આત્માના અસલ શુદ્ધસ્વરૂપને પ્રગટાવે છે.
નવપદજીની પૂજામાં તપનાં બે ફળ બહુ સુંદર રીતે જણાવ્યાં છે : વિઘ્ન ટળે તપગુણ થકી, તપથી જાય વિકાર ! આમ તો કામવિકાર પણ એક વિઘ્ન જ છે, મોક્ષમાર્ગમાં ! મોક્ષમાર્ગના પ્રવાસીને વિઘ્નોય દૂર કરવા છે અને વિકરો ય દૂર કરવા છે. મોક્ષની મંઝિલ ન મળે ત્યાં સુધી મોક્ષમાર્ગના પ્રવાસીને તપ વિના ચેન કેવી રીતે આવે ?
અવધિજ્ઞાની તીર્થંકરદેવો પોતાની તદ્ભવમુક્તિ જાણતાં હોવા છતાં શ્રમણઅવસ્થામાં ભરપૂર તપ કરતા હોય છે ! નક્કી, ખાવાપીવા કરતાં તપધર્મમાં તેઓને વધારે આનંદ આવતો હોવો જોઈએ. વગર આહારેય સ્વસ્થ અને વગર સ્વાદેય મસ્ત રહેવાની કલા તેઓને હસ્તગત હોવી જોઈએ.
૮. તપને શુદ્ધ બનાવે છે ચાર કારણો (૧) બ્રહ્મચર્ય : અનુકૂળ -પ્રતુકૂળ પદાર્થોમાં રતિ-અતિનો ત્યાગ, (૨) ઇન્દ્રિયમન (૩) કષાયશમન અને (૪) સાનુબન્ધ જિનાજ્ઞા : અનુબન્ધ એટલે પરંપરા. જિનાજ્ઞાપાલનનું ફળ જિનાજ્ઞાપાલનરૂપે મળે. એ જિનાજ્ઞાપાલનના ફળસ્વરૂપે પણ જિનાજ્ઞાપાલન મળે. પરંપરા સર્જાય. આ પરંપરા સહિત જિનાજ્ઞાપાલન જ્યાં હોય તે તપ શુદ્ધ ગણાય છે એમ શ્રી જ્ઞાનસાર ગ્રન્થમાં કહ્યું છે.
—
એક શ્લોકમાં કહ્યું છે : લોકપૂજા, ઇચ્છિતલાભ અને પ્રસિદ્ધિ માટે જ અલ્પમતિવાળી વ્યક્તિ તપ કરે છે, તેને શરીરના શોષણ સિવાય કોઈ ફળ મળતું નથી. તપના પ્રભાવે મારી ભૌતિક ઇચ્છા પૂર્ણ થાઓ. એવા સંકલ્પને જ્ઞાનીઓ નિદાનશલ્યની કહે છે. તપને નિષ્ફળ કે નુકસાનકારક બનાવનારા આ નિદાન શલ્યની જેમ અન્ય બે શલ્ય પણ છે : એક માયાશલ્ય અને એક મિથ્યાશલ્ય. માયા અને મિથ્યાત્વથી દૂર રહીને નિદાનરહિત તપ આચરવો જોઈએ. ૧૦. “મળેલી શક્તિ અને મળેલા સંયોગો દ્વારા જો તપ નહીં આદરો તો ભવાન્તરમાં પુણ્યયોગે કદાચ માનવભવમળશે તોય દાસ બનવું પડશે. ત્યારે પરાણે ભૂખ્યા તરસ્યા રહેવું પડશે ! અને તપ આદરશો તો મુક્તિ તમારી દાસી બનશે : શું કરવું તે તમારા હાથમાં છે.” આ વાત સદાય હૃદયસાત્ રાખવા જેવી છે. આપણે સૌએ !
૨૩૫