________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
(૮) શરૂઆતના ત્રણ ચાર દિવસ દરમિયાન જો તપસ્વીને કબજિયાત જેવું હોય તો સાદા ગરમ
પાણીની એનિમાં તેની તાસીર મુજબ આપી શકાય. (૯) પોટલી સામગ્રી - એક ચમચી અજમો, બે લવિંગ, કપૂરની બે ત્રણ નાની કટકી, અજમો
લવિંગ ધીમે તાપે આછા બદામી રંગના શેકવા. પછી તેનો કરકરો ભૂક્કો કરીને તેમાં કપૂરની (રાઈદાણા જેવી) કટકી નાંખવી. મલમલ જેવા સુંવાળા સુતરાઉ કાપડમાં મૂકીને નાની પોટલી
કરવી. તે તપસ્વીને સુંઘવા આપવી. (બ) ઔષધ પ્રયોગ :
તપશ્ચર્યા જ નૈસર્ગિક ઔષધ છે. શરીર, મન અને આત્માને તંદુરસ્ત રાખનાર સફળ જડીબુટ્ટી છે, એટલે તપસ્વીને અન્ય ઔષધની જરૂર નથી.
કેટલાંક ગ્રંથો અને જાણકારો પાસેથી મળેલી માહિતી પ્રમાણે દીર્ઘ તપસ્યાના અંતભાગમાં કેટલાંક સંપ્રદાયોમાં ઔષધ પ્રયોગ થતો હોય છે. આને અણાહારી પણ કહે છે. ખાસ કરીને શ્વેતાંબર સમાજમાં વિશેષ થાય છે.
આ દવાઓનો ઉપયોગ કરતા પહેલા ગુરુમહારાજની સલાહ લેવી. તે દવાની ઉપર કે દવા લીધા પછી બે ઘડી પાણી વાપરવું નહિ. ૧. તાવ માટે, સુદર્શન વટી, સમસમ વટી, અતિવિષમની કળી. ૨. બળતરા થતી હોય તો ઠંડક માટે : મજીઠ પાઉડર, કતીઓ (બીવેલો), કમરકસનું લાકડું. ૩. ઉધરસ માટે તેમજ ઝાડા બંધ કરવા માટે : દાડમની છાલ, બહેડાંની છાલ, હળદરન ગાંગડાને
વાટીને તાજો કરેલ પાઉડર (તેનાથી કફ છૂટો પડી જાય છે.) ૪. ઉલટી અથવા એસિડિટીને રોકવા માટે : ગળો સત્ત્વ, મૂત્રલ, તૃષાદાહક પિત્તશામક, ૫. કબજિયાત માટે : હિમેજ, ત્રિફળા ચૂર્ણ, સુવર્ણવસંતમાલતી. ૬. દાંત દુખતા હોય તો : ફૂલાવેલી ફટકડીનો પાઉડર. ૭. તૃષા, મૂછ દૂર કરનાર, શીતળ, અપસ્માર વગેરે માટે : અગર ૮. વાતહર, કફદન, વોમીટ (ઉલ્ટી કરનાર) પરસેવો વળતો રોકનાર : આરડાનું પંચાંગ. ૯. પેટના દુખાવા માટે : ખારો, વખમો ૧૦. વાતહર, પૌષ્ટિક, આંખને હીતકારી : ચીમેળ