________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
- ભાત-પાણીના આંબેલમાં રાંધેલા ભાત(ચોખા)ને જ ફક્ત વાપરવા અને પાણીની છૂટ હોય છે.
તેવા આંબેલ તે ભાત-પાણીના કહેવાય છે. તે એકાંતર ૫૦૦ ભાત-પાણીના આંબેલ કરનાર પણ હોય છે.
આપણે સહુ જાણીએ છીએ કે દેવી કલ્પવૃક્ષ તો સાંસારિક ભોગવિલાસની પૂર્તિ કરે છે. પણ શાસ્ત્રકાર ભગવંતોએ તપને અદ્દભૂત કલ્પવૃક્ષની ઉપમા આપી છે. આ તારૂપી અભૂત કલ્પવૃક્ષનું – સંતોષ એ મજબૂત મુળ છે; શાન્તિ એ વિસ્તૃત થડ છે; પાંચ ઇન્દ્રિયનિરોધ એ વિશાળ શાખા-ડાળી છે; અભયદાન એ પાંદડાં છે; શીલ-ચારિત્ર્ય એ પલ્લવો-અંકુરો છે; શ્રદ્ધારૂપ પાણીનું સિંચન જેનાથી, ઉત્તમ વિશાળ કુળ, બળ, વૈભવ અને સૌંદર્યની પ્રાપ્તિ થાય છે; સ્વર્ગપ્રાપ્તિ એ પુષ્ય છે; શિવસુખપ્રાપ્તિ એ ફળ છે. તપસ્વીની વૈયાવૃત્ય (વૈયાવચ્ચ) કરનારને સૂચના (અ) બાહ્ય ઉપચારો (૧) તપસ્વીની ઊંઘ ઓછી થઈ ગઈ હોય તો તેનાં પોપચાં ઉપર જાયફળને ઘીમાં ઘસીને ચોપડાય. (૨) તપસ્વીને ગેસ જેવું લાગતું હોય તો તેની નાભિ(ઘૂંટી) ઉપર હીંગ કે ડીકામારીને પાણીમાં
ભેળવીને ચોપડી શકાય. આ જ રીતે મધ-ચૂનો ભેળવીને તે પણ લગાવી શકાય. ઘૂંટી અને તેની આસપાસ એકાદ ઇંચના વિસ્તારમાં લગાડ્યા પછી ઉપર રૂ દબાવી દેવું. તપસ્વીને કાળજે થડકો ઉપડે ત્યારે તે ભાગ ઉપર કોલનવોટર છાંટવું. પછી રૂમી મુસ્તફા (આરબ પ્રદેશનો પાઉડર-પાયુધની-ભીંડીબજારમાં મળે છે). ધીમે ધીમે થોડો છાંટીને ઉપર રૂ દબાવી દેવું. તે પાઉડર કુદરતી રીતે બેચાર દિવસે ઉખડી જશે. ઉખેડવાનો પ્રયત્ન ન કરવો. તે પાઉડર ફેવીકોલ જેવો ચીકણો હોવાથી તેમજ તરત જ ભેજ પકડતો હોવાથી હંમેશા એરટાઈટ પ્લાસ્ટીકની ડબ્બીમાં રાખવો.
( રોમ05
(૨૩૧)