________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
આયંબિલ તપનો મહિમા મોટો છે. આમ તો તે વર્ષમાં ગમે ત્યારે કરી શકાય છે. પણ ચૈત્ર મહિનાની સુદ સાતમથી પૂનમના દિવસો અને આસો મહિનાની સુદ સાતમથી પૂનમના દિવસો ખાસ આયંબિલ તપની આરાધના માટે નિશ્ચિત થયેલા છે. આ નવ નવ દિવસના સમૂહને નવરાત્રિ અથવા ઓળી તરીકે ઓળખવામાં આવે છે. આયંબિલના નીરસ ભોજનનાં રસોડાં જયાં જૈનોની વિશેષ વસ્તી હોય ત્યાં ચૈત્રી ઓળી અને આસો ઓળીના દિવસોમાં આવી સગવડ કરવામાં આવે છે. દૂર પૂર્વ આફ્રિકામાં અને હવે લંડનમાં પણ આવી સગવડ વર્ષોવર્ષે કરવામાં આવે છે.
જૈન સાહિત્યમાં આયંબિલ તપનું મહત્ત્વ દર્શાવતા ઘણાં દૃષ્ટાંતો મળે છે. જેમ કે બાર વર્ષ સુધી દ્વારિકા દાહમાં કૈપાયનઋષિનો શાપ હોવા છતાં આ નગરજનોમાંથી કોઈની ને કોઈની આયંબિલની આરાધનાને લીધે દૂર રહ્યો. શ્રી અગડદત્ત મુનિના ઉપદેશથી ધમ્મિલકુમારે પાંચસો આયંબિલથી સર્વત્ર જય, માન, યશ મેળવ્યાં. ધારિણી માતા ૧૦૯ આયંબિલ કરવાના પુણ્ય (ભવદેવના અવતારમાં) વિદ્યુમ્માલી દેવીમાંની અવીને જન્મ પામ્યાં.
નીરસ ભોજન કરવાનું હોવાથી કેટલાક વ્રતિકને આયંબિલ કરવાનું ઉપવાસ કરતાં પણ આકરું લાગે છે. આયંબિલના સરળથી આકરા વિવિધ પ્રકારો છે. જેવા કે, – નવી આયંબિલમાં લેવાય છે તે તમામ પદાર્થો ઉપરાંત માખણ કાઢી લીધેલી છાશ લેવાની
છૂટ છે. આમ ખાદ્ય વાનગીઓ બનાવવામાં પણ પાણીની સાથે છાશનો ઉપયોગ કરાય છે.
કેટલાક પ્રતિક માત્ર બાજરાનો રોટલો અને છાશ લઈને નવી કરે છે. - નિરારંભી આયંબિલમાં વ્રતને દિવસે આરંભ ન કર્યો હોય તેવી જ વાનગી લઈ શકાય. વ્રતને
દિવસે ચૂલો પેટાવી શકાતો નથી. આમ અગાઉના કરેલા ખાખરા, મમરા, દાળિયા, દાળિયાની દાળની મીઠું, મરી, હિંગ નાંખેલી (હિંગ નાખેલી) ઢીલી ચટણી લેવાય. કડું-કરિયાતું લેવાય. મોળી (લવણરહિત) આયંબિલમાં મીઠું, મરી, હિંગનો ત્યાગ કરવામાં આવે છે. આયંબિલની
બધી જ વાનગીઓ મોળી લેવામાં આવે છે. – કંજિકાહારમાં ભાતની કાંજી કે ભાતનું ઓસામણ લેવામાં આવે છે. – આચાર્લીમાં માત્ર આમલી મિશ્રિત ભાત અથવા માખણ કાઢેલી છાશ મિશ્રિત ભાત-કાંજી લેવામાં
આવે છે. - કવળ આચાર્લીમાં માત્ર આમલી મિશ્રિત ભાતનો કોળિયો લેવામાં આવે છે. – એકસિક્યમાં ચોખાનો કે અન્ય કોઈ અનાજનો એક જ દાણો ગળવામાં આવે છે. ઠામ ચોવિહાર
કરવો જરૂરી છે.
-૨૩૦)