________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
કોટિનો નથી પણ અશુદ્ધ છે. આવા અશુદ્ધ તપથી સંસાર સાગર કદી તરી શકતો નથી માટે તપની સાથે આ બધી વસ્તુઓ પણ હોવી આવશ્યક છે.
મહર્ષિ પતંજલિએ કહેલ અષ્ટાંગ યોગનો સમાવેશ પણ આ તપ ધર્મમાં થઈ જાય છે.
શાસ્ત્રકારે તપનું લક્ષણ ‘રૂછનિરોત:' ઇચ્છાઓનો નિરોધ એ તપ છે અને મહર્ષિ પતંજલિના પાતંજલ યોગનું “વિત્તવૃત્તિનિરોધો થોડા:' ચિત્તવૃત્તિનો નિરોધ એ યોગ છે. આ લક્ષણ છે એટલે જૈનદર્શનનું તપ પાતંજલ દર્શનના યોગ સાથે તુલના કરે છે. જૈનશાસનનો યોગ તો તેથીય આગળ વધી જાય છે. ઇચ્છાનિરોધએ તપ છે. “તપનું ફળ નિર્જરા છે' અને નિર્જરાનું ફળ મોક્ષ છે.
નિર્જરા ત્યારે જ શક્ય બને કે જ્યારે સમ્યક્ પ્રકારે ઉપવાસ કરવામાં આવશે. ઉપવાસ કરતા પહેલા આહાર કેવા પ્રકારનો જોઈએ તે સમજ હોવી પણ ખૂબ જ જરૂરી છે.
જૈન સમાજમાં ઉપવાસ કરવાના આગલા દિવસે, એકદમ ઠાંસીને ભારે ખોરાક લેવાય છે. તેમજ જૈનેત્તર પ્રજામાં તો ઉપવાસનું એટલું બધું વિકૃત અને ભયંકર સ્વરૂપ દાખલ થયું છે કે ઉપવાસ દ્વારા થતા લાભને પ્રાપ્ત કરવાની આશા રાખી શકાતી નથી પરતું આરોગ્ય શાસ્ત્રની દૃષ્ટિથી જોઈએ તો, એકાદશીના દિવસે જે ઉપવાસનું નાટક થાય છે. તે એક પ્રકારનાં વિવિધ રોગનું આહ્વાન છે. કારણ કે સાધારણ વર્ગથી પ્રારંભી શ્રીમંતો સુધીની તમામ પ્રજા એકાદશીનાં વાસ્તવિક વિશુદ્ધ વ્રત ઉપવાસને આજે ભૂલી ગઈ છે. અને ઉપવાસના દિવસે ફલાહારના નામે પરસ્પર વિરોધી દ્રવ્યો કે જે પાચન થવામાં બહુ જ ભારે તેમજ ઋતુ વિપરીત હોય છે તેવા પદાર્થોનો ઉપયોગ કરે છે. ફલાહારનાં નામે હિંદુ સમાજમાં ઉપવાસનું થતું નાટક :
જૈનેતર પ્રજામાં ઉપવાસની ધૂળ ભાવનાને પોષવા પૂરતી અંધશ્રદ્ધા જોવાય છે. ઉપવાસના દિવસે માત્ર અન્નનાં આહારનો ત્યાગ કરવામાં આવે છે. પણ અન્નની જગ્યાએ રાજગરાનાં લોટનો શીરોપૂરી, સૂરણ-બટાટા, પેંડા દૂધ-દહીં શકરીયા, કેળા આદિ ફળો, મગફળી, સામો વગેરે વિધવિધ પદાર્થોની અનેક વાનગીઓ બનાવી ફલાહારનાં બાને તેનો ઉપયોગ કરી પાચન ક્રિયાને ઉલટા બગાડે છે. આવાં મિષ્ટાન પદાર્થોનો આહાર કરી પોતે ઉપવાસ કર્યો છે એવી ઘેલછા સેવે છે. એટલું જ નહિ પણ પોતે સત્ય વસ્તુને નહિ સમજવાથી કોઈ પૂછે તો કહે છે અમે ઉપવાસ કર્યો છે. માત્ર ફળાહાર જ કર્યો છે. ફળાહાર એટલે કે જેમાં ફળોનો જ ઉપયોગ થયો હોય તેને કહી શકાય. ત્યારે ભોળી માનવ પ્રજા વસ્તુસ્થિતિ સમજ્યા વિના અસત્યવાણી બોલે છે. ઉપવાસનાં નામે આ શોચનિય સ્થિતિ સમજવાનું હોવા છતાં સંપ્રદાયના આચાર્યો કે વિદ્વાનો આરોગ્યની દ્રષ્ટિથી પણ લોકોને ઉપયોગી સૂચના કરતા નથી. એ ખરેખર કરુણાજનક કથની ગણાય.
(૨૨૪