________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
અને અતિયોગ હોય તો અટકાવી દોષોને સમાનપણે રાખે છે. પાણીના ઉપયોગથી પેટની અંદરનો જુનો મળ સાફ થાય છે અને વિકૃત મળ બહાર નીકળે છે. પણ જો પાણીનો વિશેષ ઉપયોગ કરવામાં નહિ આવે તો ઉપવાસ કરનારનાં શરીરની જેવી જોઈએ તેવી શુદ્ધિ થશે નહિ. ઉપરાંત વધારે પાણી પીવાથી ઉપવાસ કરનારને પેશાબ વધારે આવશે અને તે પેશાબ દ્વારા રોગનાં ગુપ્ત બીજકો દૂર થઈ જશે એટલે શરીરવિજ્ઞાન અને ઉપવાસ વિજ્ઞાનની દ્રષ્ટિએ ઉપવાસના પ્રસંગમાં પાણી પીવામાં વધારે વાપરવું.
જૈન સમાજમાં પણ ઉપવાસ કે જે તપનું એક આવશ્યક અંગ છે. તેના પ્રતિ ભક્તિનો કંઈક અતિરેક થયેલો જોવામાં આવે છે. લાલચમાં આવી ઉપવાસ કરે છે અને ઉપવાસની પછીની વાસ્તવિક્તાનાં જ્ઞાનવિહુણા તે જીવો વિધવિધ રોગોનો અનુભવ કરે છે. આવી સમજણથી વેગળું તપ જેને જૈનદર્શનમાં લાંઘણ કહેવામાં આવે છે. ધર્મ માટે શોભારૂપ નથી.
૧૫, ૩૦ કે તેથી વધારે ઉપવાસ કરનારનાં શરીરનાં પરમાણુ બદલાઈ જવાં જોઈએ અને જેટલો સમય ઉપવાસ કર્યો તેટલો સમય પાછળથી પણ પૂર્ણ લક્ષ રાખવું જોઈએ અને પ્રવાહી તથા હલકા , પદાર્થોનો જ ઉપયોગ કરવો જોઈએ.
તપના પ્રત્યાખ્યાન – તપ એ કર્મની નિર્જરા માટે કરવામાં આવે છે અને નિર્જરાનો આધાર ભાવ ઉપર છે.
જ્યાં સુધી મનના પરિણામ-ભાવ અશુભ અથવા સાવદ્ય ઉપયોગમાં પ્રવર્તતા હોય ત્યાં સુધી નિર્જરા થઈ શકતી નથી. એટલે મનને અશુભ-સાવદ્ય ઉપયોગમાંથી હઠાવી લેવાય, મનને કાબુમાં રખાય તો જ તપની સાર્થકતા છે.
મન સાંસારિક કાર્યોમાં અશુભ અને સાવદ્ય ભાવોમાં રમતું હોય ત્યાં સુધી તપનું કોઈ સારું ફળ પ્રાપ્ત થતું નથી. એટલે મનને પહેલાં સંયમમાં રાખવામાં આવે તો જ ઉપવાસ આદિ તપ ફળદાયક નીવડે.
શ્રી ભગવતી સૂત્ર શતક ૨, ઉદ્દેશા પમાં ભગવાને નીચે પ્રમાણે કહ્યું છે :શ્રમણની પર્યાપાસનાનું ફળ શ્રવણ છે. શ્રવણનું ફળ જ્ઞાન છે. જ્ઞાનનું ફળ વિજ્ઞાન છે. વિજ્ઞાનનું ફળ પ્રત્યાખ્યાન છે. સંયમથી આસ્રવ બંધ થાય છે. આસ્રવ બંધ થવાથી તપાચરણ શક્ય બને છે.