________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
તપાચરણથી આત્માનો કર્મરૂપી મેલ સાફ થાય છે. તેથી સર્વ પ્રકારના કાયિક, વાચિક, માનસિક વ્યાપારોનો નિરોધ થાય છે. તે નિરોધથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
આ ઉપરથી સમજી શકાશે કે તપાચરણ પહેલાં સંયમની જરૂરિયાત ભગવાને બતાવેલી છે અને સંયમપૂર્વકના તપાચરણની જ નિર્જરા કહી છે. આ જ વાત ઘણા પૂર્વાચાર્યોએ પણ કહી છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે પણ કહ્યું છે – यत्र रोध कषायाणां ब्रह्मज्ञानं जिनस्य च । ज्ञातव्यं तत् तपः शुद्धं अवशिष्टं तु लंघनम् ॥
અર્થ – જે તપમાં કષાયનો રોધ, બ્રહ્મચર્યનું પાલન અને વીતરાગ દેવનું ધ્યાન થતું હોય તે જ તપ શુદ્ધ જાણવું. બાકી સર્વ તો લાંઘણ માત્ર જ સમજવી.
આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાશે કે તપના કાળ દરમ્યાન કષાયનો નિરોધ અને બ્રહ્મચર્યનું પાલન તો અવશ્ય હોવું જ જોઈએ. અને તેથી તેના પ્રત્યાખ્યાનના પાઠમાં પણ કષાય ત્યાગ, સાવદ્ય યોગ ત્યાગ, અણુવ્રત પાલન તથા સંપૂર્ણ બ્રહ્મચર્ય પાલન માટેના શબ્દો પણ આવવા જ જોઈએ.
વળી સૂત્રોમાં શ્રાવકોની ધર્મક્રિયાની વાત છે ત્યાં “સામાયિકાદિ શબ્દ છે. એટલે તેમાં સામાયિકની મુખ્યતા છે. એટલે કે સાવદ્ય યોગનો ત્યાગ અથવા સંવરની ધર્મ ક્રિયામાં મુખ્યતા છે સંવર હોય પછી જ નિર્જરા થાય.
સારાંશ કે સાવઘયોગનો ત્યાગ કર્યા વિનાના અનશન આદિ તપનું નિર્જરા-ફળ મળી શકે નહિ. કારણ કે ઉપવાસ કરવા છતાં સંસારના સાવદ્ય કામો ચાલુ છે તેથી લાભ થોડો અને નુકશાન વધારે છે. મન-વચન-કાયાના યોગ સાવદ્ય વ્યાપારમાં હોય ત્યારે નિર્જરા કેમ થઈ શકે ? ન જ થાય.
તપ કરવામાં આવે ત્યારે પણ એના પ્રત્યાખ્યાન બતાવવામાં આવ્યાં છે અને તપ પૂર્ણ થયા બાદ જ્યારે છોડવામાં આવે છે ત્યારે પણ એની વિધિ બતાવવામાં આવી છે. જૈનધર્મમાં આ પ્રમાણે છે. (૧) આગામી સૂર્યોદય સુધી તિવિદ્દ ઉપ મહારં શ્વેશ્વામિ માં રવા સાપ સંસ્થામાં બોળ
સહસ્સા Iti Mોળ વોસિરામિા આમાં પાણીની છૂટ રાખીને પચ્ચકખાણ આપવામાં આવ્યા છે. (૨) આયંબિલ – મર્યાવિત્નવિર્દ તિવિહં જ મારા પુત્વવામિ મસળ, વા, સાવું, ઉન્નત્થાળોને
सहस्सागारेणं लेवालेवेणं गिहत्थसंसेठेणं पडुच्चमक्खिएणं गुरुअब्भुठ्ठाणेणं उक्खितविवेगेणं सव्वसमाहिवत्तियागारेणं अप्पाणं वोसिरामि ।