________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
પર રહે એટલો આહાર કરી ફરી માસખમણ કરે છે. આટલું કઠોરતપ કરવા છતાં પણ તેની કોઈ કિંમત નથી. કારણ કે તે દેહને દંડ આપે છે. પરંતુ તેના અંતરમાં અજ્ઞાન ભરેલું છે. માયાશલ્ય ભરેલું છે. અને જ્યાં સુધી અજ્ઞાનનો, માયાનો શલ્ય મનમાં ભરેલો છે ત્યાં સુધી -
जइ वि य नगणे किसेचरे जइ वि य भुंजिय मासमंतसो ।
નો રૂદ માયાઃ મન્નડું સાન્તા ક્માય તસો ને (સૂયગડાંગ સૂત્ર ૧/૨/૧૯) જૈન પરંપરામાં તપનું મહત્ત્વ કેટલું છે એ બતાવતાં કહ્યું છે કે તેર તુવરવું મહાપાત્ત | શરીરને કષ્ટ આપવાને મહાફળ માન્યું છે. પરંતુ માત્ર શરીને તપાવવાનું નથી. શરીરની સાથે સાથે મનને પણ તપાવવાનું છે. આત્મ શુદ્ધિ વગર માત્ર શરીરને દંડ આપવો એ માન્ય નથી. એટલા માટે અહીં શરીરને કૃશ કરવાની જગ્યાએ આત્મા પર લાગેલા કર્મોને કષાયોને કૃશ કરવાની વાત બતાવી છે.
હિં અપાઈ રે હિં અપ્પા ! (આચારાંગ સૂત્ર ૧/૪/૩). આત્માને, કષાયોને કૃશ કરો, તેને જીર્ણ કરો જો કષાયો જીર્ણ ન થાય તો માત્ર શરીરને જીર્ણ કરવાથી શું લાભ ?
માટે આચાર્યોએ કહ્યું છે કે બાલતા ભલે કેટલો પણ કઠોર હોય,. લાંબા સમયવાળો હોય અને નિષ્કામભાવથી કર્યો હોય છતાં મોક્ષ થઈ શકતો નથી.
ન ટુ વાત તવેગ મુકવુ ત્તિ ! (આચારાંગ નિયુક્તિ - ૨/૪) તપ સાધ્ય નથી સાધના છે. સાધ્ય તો મોક્ષ છે. તપ ભલે થોડું કરો પણ સજ્ઞાન કરો, વિવેકપૂર્વક કરો તો જ તપ સફળ થશે. નહિતર દેહને દંડ થશે. માટે સર્વ પ્રથમ જ્ઞાનપૂર્વક તપ કરવાની સાધના જીવનમાં આવવી જોઈએ. એજ તપોવિવેક છે. તપનું વર્ગીકરણ :
શુદ્ધિ અને સિદ્ધિ તપ જીવનના અન્તરતમ ને શોધવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. તપના વિવિધ અંગો પર વિચાર કરતા ખ્યાલ આવશે કે સાધનાક્ષેત્રમાં કે જીવનશુદ્ધિના ક્ષેત્રમાં એવું કોઈ પણ અંગ નથી બચ્યું જેને તપની અંતર્ગત ન લેવામાં આવ્યું હોય. વ્યક્તિગત જીવનથી લઈને સમાજ તથા સમગ્ર વિશ્વની સાથે જેટલા, જ્યાં જ્યાં સંબંધ આવે છે તે બધા સંબંધોમાં તપની એક અખ્તર પ્રક્રિયા સતત ચાલુ રહે છે. ઉપવાસ કાયક્લેશ જેવી પ્રત્યક્ષ દેખાતી સાધના અને ધ્યાન, પ્રાયશ્ચિત જેવી અંતરમાં ચાલવાવાળી ગહન ગુહ્ય સાધના બંને તપની મર્યાદામાં આવી જાય છે. સેવા અને વિનય જેવી સામાજિક સાધના, જેનો સીધો સંબંધ સમાજ, સંધ, ગણ અને પોતાના નિકટતમ સહયોગીઓની સાથે આવે છે. તે પણ
(૨૨૨)