________________
તપશ્ચર્યા
તપ નું એક અંગ છે. ઉણોદરી, વૃત્તિસંક્ષેપ ઇન્દ્રિય પ્રતિસલ્લિનતા જેવી પર્યાવરણને સંતુલીત બનાવે છે. સ્વાધ્યાય, કાયોત્સર્ગ કુટુંબભાવનાને વધારે છે. આ પ્રકારે જોતા ખ્યાલ આવશે કે તપનું ક્ષેત્ર કેટલું બધુ વ્યાપક છે.
તેથી જ કહ્યું છે કે....
“જાણતા ત્રિ જ્ઞાને સંયુત, તે ભવ મુક્તિ જિણંદ
જેહ આદરે કર્મ ખપેલા, તપ તે શિવતરુ કંદરે.’
પ્રકરણ ૨
તપનું મુખ્ય ધ્યેય જીવન-શોધન છે. શાસ્ત્રમાં જ્યાં જ્યાં તપનું વર્ણન આવે છે ત્યાં આજ ફરી ફરીને સાંભળવા મળે છે.
-
संवच्छरमुसभजिणो छम्मासे वद्धमाणजिणचंदो ।
रय विहरिया निसरणा जइन्ज एउवमाणेणं ॥
શ્રી ઉપદેશમાળામાં શ્રી ધર્મદાસ ગણી પણ પરમાત્માનું દૃષ્ટાંત આપી આપણને તપમાં ઉદ્યમ કરવા પ્રેરણા કરતાં લખે છે કે..
(ઉપદેશમાળા)
“શ્રી ઋષભદેવ એક વર્ષ સુધી અને વર્ધમાન જિનચંદ્ર છ માસ સુધી આહાર-પાણી વિના વિચર્યા તે દૃષ્ટાંતથી હે જીવ ! તું પણ તપનો ઉદ્યમ કર.”
નાના મોટા તપને વિશુદ્ધ બનાવવાનો માર્ગ બતાવતા પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ જ્ઞાનસારમાં કહ્યું છે કે...
यत्र ब्रह्मा जिनार्या च कषायाणंतथा हतिः । सानुबंधा जिनाज्ञा च तत्तपः शुद्धमिष्यते ॥ જ્યાં બ્રહ્મચર્યનું નિર્મળ પાલન હોય,
શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિ હોય,
કષાયોનો કચ્ચરઘાણ નીકળતો હોય અને
૨૨૩
જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન સાનુબંધ પરંપરાવાળું બનતું હોય તે તપ વિશુદ્ધ કોટિનો છે.
જેમ દવા સામે પરેજી પણ જરૂરી છે, તો જ રોગ મટે. માત્ર દવા લેવામાં આવે પરંતુ પરેજી ન પાળે તો રોગ મટતો નથી. તેમ તપની સાથે સાથે બ્રહ્મચર્યનું પાલન ન હોય, પરમાત્માની ભક્તિ ન હોય, કષાયોનો નાશ કરતો ન હોય, અને આજ્ઞાપાલન સાનુબંધ બનતું ન હોય તો તે તપ વિશુદ્ધ