________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
આવે, અને ધ્યાનમાંથી કાયોત્સર્ગ તપ આવે, એના દ્વારા અપૂર્વ સુખનો અનુભવ, તન્મયતાનો અનુભવ, વિપુલ કર્મનિર્જરી-મહાવિશિષ્ટ પ્રકારની નિર્જરા થાય.
મહાત્માઓ દિવસોના દિવસો, મહિનાઓમાં મહિનાઓ ધ્યાનમાં કેવા વીતાવતાં હશે? ધ્યાનનો આનંદ ધ્યાની જ જાણે. એક ઉક્તિમાં લખ્યું છે કે,
“જિન હિ પાયા તિન હિ છિપાયા, કહે ન કોઉકે કાન મેં.” તાલી લાગી જળ અનુભવકી, તબ સમઝે એક સાન મેં હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં” એ આનંદ જુદો જ આવે. આ ધર્મધ્યાનમાં ઊંડા ઉતરાય એટલે આત્મા સાથે એકાત્મ સધાય. શરીર ઉપર માખી બેસે. મચ્છર બેસે કે ગમે તેવા ઉપસર્ગો આવે તો પણ ચલાયમાન ન થાય. દેહ સાથે જોડાયેલી ઉપયોગધારાને દેહથી વિખુટી પાડી, આત્માદિ તત્ત્વ સાથે જોડવામાં આવે એટલે ધ્યાનમાં સહજ સ્થિરતા આવે. ધ્યાનની પરિભાષા :
મનને એકાગ્ર કરવાની અવસ્થાનું નામ ધ્યાન છે. વિચારકોએ મનના અલગ અલગ પ્રકાર બતાવ્યા છે. કોઈ પાગલની જેમ અહીં-તહીં ભટકતું રહે છે તે વિક્ષિપ્ત મન કહેવાય છે. કોઈ મન વિષયોની ભાગદોડમાં ક્યારેક સ્થિર છે. ક્યારેક ચંચળ છે. તેને યાતાયાત મન કહે છે. વિષયોથી હટીને મન ક્યારેક ક્યારેક થોડા સમય પૂરતું સ્થિર થઈ જાય છે. પરંતુ તેમાં શાતિ નથી રહેતી તે શ્લિષ્ટ મન કહેવાય છે, જે મન પ્રભુભક્તિમાં, આત્મચિંતનમાં, તથા સન્શાસ્ત્રોના સ્વાધ્યાયમાં, મનનમાં નિર્મળ તથા સ્થિર બની જાય છે. તે સુલીન મન કહેવાય છે. સુલીન મન જ વાસ્તવમાં ધ્યાનનો અધિકારી બની શકે છે. ધ્યાનનો સીધો અર્થ છે - મનની એકાગ્રતા ! આચાર્ય હેમચન્દ્રજીએ કહ્યું છે કે –
ધ્યાનં તુ વિષયે તમને પ્રત્યયસંતતિ: . (અભિધાન ચિંતામણિ કોષ ૧/૮૪) પોતાના વિષયમાં (ધ્યેયમાં) મનને એકાગ્ર થઈ જવું ધ્યાન છે. આચાર્ય ભદ્રબાહુસ્વામીએ પણ આજ વાત કહી છે. - રિસેથી હવ શા – I (આવશ્યક નિર્યુક્તિ - ૧૪૫૬)
ચિત્તને કોઈ પણ વિષય પર સ્થિર કરવું એકાગ્ર કરવું તે ધ્યાન તે છે. વ્યવહારમાં પણ આપણે કહીએ છીએ કે “આના પર ધ્યાન આપો તમારું ધ્યાન ક્યાં છે? આ શબ્દોથી આ જ ભાવ પ્રગટ