________________
તપશ્ચર્યા
अन्नं इमं शरीरं अन्नो जीयुत्ति ।
શરીર અન્ય છે અને જીવ આત્મા અન્ય છે. આ ભાવની અનુભૂતિ હૃદયમાં પ્રતિક્ષણ કરવાની રહેછે. (૩) ઉપધિ વ્યુતસર્ગ :
સંયમ સાધનામાં આવશ્યક મર્યાદાનુસાર વસ્ર, પાત્ર આદિ સાધનો રાખવા જોઈએ. જેની શાસ્ત્રમાં મર્યાદા બતાવવામાં આવી છે. તે અનુસાર તેટલા રાખે પણ અહીં તો તેમાંથી પણ ઓછા કરવાનો પ્રયત્ન કરે છે. સુવિધાનો સંકોચ કરવો જોઈએ. જેને ઉપધિ વ્યુત્સર્ગ કહેવાય છે.
(૪)
ભક્તપાન વ્યુત્સર્ગ :
ભોજન તથા પાણીની મર્યાદા કરવી. આમાં અનશન અને ઉણોદરી બંને તપનો સમાવેશ થઈ જાય છે. ક્રમશઃ આહારનો ત્યાગ કરે છે અને જ્યારે સમય આવે ત્યારે સંપૂર્ણ આહારનો ત્યાગ કરી દે છે. આ ભક્તપાન વ્યુત્સર્ગની સાધના છે.
ભાવ વ્યુત્સર્ગ :
પ્રકરણ ર
ભાવ વ્યુત્સર્ગનાં ત્રણ પ્રકાર છે.
(I) કષાય વ્યુત્સર્ગ : ચાર કષાય - ક્રોધ, માન, માયા અને લોભ એનો ક્ષય કરવો, ધીરે ધીરે એમને છોડવાનો પ્રયત્ન કરવો, તે કષાય વ્યુત્સર્ગ છે. શાસ્ત્રોમાં કષાયોને જીતવાના એક એક સાધન બતાવ્યા છે.
उवसमेण हणे कोहं माणं मदवया जिणे ।
માયા મન્નવમાવેગ નોદું સંતોસો નિષે । (દશવૈકાલિક સૂત્ર ૮/૩૯)
ક્રોધનો ક્ષમાથી, માનનો નમ્રતા-વિનયથી, માયાનો ઋજુતા સરળતાથી અને લોભનો સંતોષથી વિજય મેળવવો. આ ચાર ધર્મોની સાધના દ્વારા ચાર કષાયોને ક્ષીણ કરતા રહેવું તે કષાય વ્યુત્સર્ગની સાધના છે.
(II) સંસાર વ્યુત્સર્ગ : સંસારનો અર્થ છે નરક, તિર્યંચ, મનુષ્ય તથા દેવરૂપ ચાર ગતિઓ છે. ઠાણાંગ સૂત્રમાં સંસાર ચાર પ્રકારના બતાવ્યો છે.
चउविहे संसारे पण्णते तं जहा
दव्वसंसारे, खेत्तसंसारे कालसंसारे भावसंसारे । (ઠાણાંગ સૂત્ર - ૪-૧-૧૨૬૧)
૨૦૦
||