________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
૨.૩ જૈન ધર્મના તપના શિક્ષણનું સ્વરૂપ
વિજય ચોરે શેઠના એકના એક દીકરાનું ખૂન કર્યું દાગીનાના મુદ્દામાલ સાથે વિજયચોર પકડાઈ ગયો. જેલમાં પુરવામાં આવ્યો. સંજોગવસાત કોઇ નાના અપરાધમાં શેઠ પકડાયા અને તે જ જેલમાં બેડીનો એક ભાગ વિજય ચોરના પગમાં ને બીજો ભાગ શેઠના પગમાં. સાથે જ ઉઠ-બેસ કરવી પડે. શેઠાણીશેઠ માટે ઘરેથી ભોજન લાવતા ને ખાતા ત્યારે ચોર કહે શેઠ મને પણ આપો. જા.. જા.. મારા દીકરાના હત્યારા, આમ કહી શેઠ અપમાનીત કરતા.
શેઠને શારીરિક હાજતે જવાનું થયું ચોરને કીધું ચાલ મારી સાથે. ચોરે આનાકાની કરી. આખરે શેઠને નમતું જોખવું પડ્યું ને ભોજન પણ આપવું પડ્યું.
શેઠ તરીકે આત્મા છે. વિજય ચોર તરીકે શરીર છે. શેઠ અને ચોરની જેમ સમજીને રહે તો જ બન્નેને સારુ છે. તો જ મુક્ત થઇ શકશે. બસ આજ શિક્ષણને સમજી લેવામાં આવે તો તપ અઘરું નહી લાગે. અકામ નિર્જરામાંથી સકામ નિર્જરા શરૂ થઈ જશે. શિક્ષણ :
વર્તમાન શિક્ષણમાંથી ધર્મ અને મોક્ષને કાઢી મૂકવામાં આવ્યા છે. આર્થિક ઉન્નતિ અને ઊંચા વિલાસમય જીવનધોરણની દૃષ્ટિએ શિક્ષણનો પ્રવાહ વધી રહ્યો છે. આવું શિક્ષણ દેશના કરોડો સ્ત્રીપુરૂષોને મળ્યું છે અને કરોડો બાલક-બાલિકાઓ આવું શિક્ષણ મેળવી રહ્યા છે. તેમને ધર્મના મર્મનું જ્ઞાન નથી. તેમને મોક્ષની સ્વાધીનતાના સુખની કલ્પના નથી. આવા વિશાળ જનસમાજને “તપશ્ચર્યા એટલે માત્ર ભૂખ્યા રહેવું ને પડી રહેવું... આ સિવાય બીજી કોઈ કલ્પના નથી તેમને તપશ્ચર્યા પ્રત્યે સુગ પણ છે... “તપશ્ચર્યા વિના ધર્મ ન થઈ શકે? વૃત્તિઓને દાબી રાખવાથી તે ઉછળે છે.” વગેરે વગેરે તર્ક કરે છે અને વેગળા થતા જાય છે.
આવા વર્ગને તપ-ધર્મ તરફ બહુમાનની દૃષ્ટિ આપવી જોઈએ. તપશ્ચર્યાની વિશાળ-વ્યાપક પરિભાષા આપવી જોઈએ. જીવનના આદર્શરૂપે ધર્મ અને મોક્ષની વિચારસરણી સમજાવવી જોઈએ. આ સમજાવવા પૂર્વે સમજાવનાર વ્યક્તિએ સ્વયં તપશ્ચર્યાનો ભવ્ય આદર્શ પૂરો પાડવો પડે.
શું તમને આવા તપ કરનારા ગમે છે કે જેઓ તપ કરતા હોય ને ક્રોધ પણ ખૂબ કરતા હોય? શું તમને એવા તપસ્વી પ્રત્યે માન થાય છે કે જેઓ પોતાની પ્રશંસા કરતા હોય અને તપ નહી કરનારાઓની નિંદા કરતા હોય? શું તમે એવા તપસ્વીઓને જોઈને રાજી થાઓ છો કે, જેઓ તપશ્ચર્યા પૂર્ણ થયા પછી પાછા દિવસ-રાતનો ભેદ રાખ્યા વિના ખાખા કરતા હોય? શું તમને એવા તપસ્વીના
(૨૧)