________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
દર્શન કરતાં આનંદ થાય છે કે જેઓ તપ કરીને... પછી દિવસ-રાત આળસુ બનીને પડ્યા રહે ઉંધ્યા કરે કે નિંદા-કૂથલીમાં સમય વીતાવે?
આવા માણસોએ તપશ્ચર્યાની મનોહર મૂર્તિને ખંડિત અને કલંકિત કરી છે. તપસ્વી મનુષ્યના આદર્શો કેવા ભવ્ય હોય ! એનો સ્વભાવ કેવો મુલાયમ અને ઉમદા હોય ! એનો જીવન વ્યવહાર કેવો શુદ્ધ અને નીતિપૂર્ણ હોય ! તપશ્ચર્યા એ જીવન ધર્મનું પ્રધાન અંગ છે એ વાત વિસરાઈ જવી ન જોઈએ.
તપશ્ચર્યા પ્રત્યે પ્રેમ થયા પછી ગમે તે તપશ્ચર્યા તમારી સામે આવે તમે એના પ્રત્યે આકર્ષાઈ જવાના અને એને જીવનમાં સ્થાન આપવાના.
તપશ્ચર્યાને આત્મ-સ્વાતંત્રયના આંદોલનનું સ્વરૂપ આપો. કયા તન માંજતા રે, એક દિન મિટ્ટી મેં મિલ જાના મિટ્ટી મેં મિલ જાના, બંદે ખાખ મેં ખપ જાના... ક્યા. દાન-શીયલ-તપ-ભાવના રે, શિવપુર મારગ ચાર, આનંદઘનભાઈ ચેતલો પ્યારે, આખર જાના ગમાર... ક્યા.
સુપ્રસિદ્ધ કવિશ્રી આ સજઝાયના પદ્યની અંદર એ વાત સમજાવી રહ્યા છે કે હે ચેતન ! તું શરીરને શું માંજ માંજ કરે છે. અર્થાત્ શરીરને હૃષ્ટ-પુષ્ટ કરવામાં વિવિધ ખાન-પાન આદિમાં મહેનત લે છે પણ તને શું ખબર નથી કે એક દી આ શરીર માટીમાં ભળી જશે. રાખ થઈ અદશ્ય થઈ જશે. માટે તું તેની પાસેથી ખરેખરું કામ કાઢી લે અને આત્માની શુદ્ધિ મેળવી શાશ્વત આનંદનો ભોક્તા બન. વિદાય લેતા પહેલાં જ શરીર પાસેથી કામ કાઢી લેવાનું છે.
બુદ્ધિનો સાર તત્ત્વચિંતન છે. ધનનો સાર સુપાત્રદાન છે. વચનનો સાર સૌની પ્રીતિ છે અને શરીરનો સાર તપ છે.
કર્મની પીડાઓ અને જન્મ-મરણની પરંપરાને તોડવા માટે જિન કથિત દાનાદિ ધર્મ સમર્થ ઉપાયો છે. તપ તપીને કર્મ એવી રીતે મૂળમાંથી ક્ષય પામે કે પુનઃ સંજોગ થવા ન પામે.
વિષયો વિષ કરતાં વધુ ખતરનાક છે. કેમ કે વિષ તો એક જન્મનો નાશ કરે છે જ્યારે અણભોગવેલા વિષયો મનના ચિંતનમાત્રથી ભવોભવ પડે છે. વિષયોથી સાવધાન બની વિકાર-વાસનાને કાબૂમાં લેવા અને મોહનીયના મૂળ રાગ-દ્વેષને ઉખેડવા માટે તાપધર્મનું સેવન અતિ જરૂરી છે. ચારિત્ર્યવાન આત્માનું અલંકાર તપ છે. અલંકાર વગરના શરીરની કંઈ શોભા નથી તેમ તપરહિત જીવનની શોભા નથી. અનાદિની આહારસંજ્ઞા દ્વારા “ખાઉં ખાઉં”ના અભ્યાસ સાથે તપનો નવો અભ્યાસ પાડવાનો
(૨૧)