________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
તપ ઊંચી કોટિનો પાળ્યો પણ સામે શલ્યો રાખીને. માયાનો ડંખ છોડ્યો ન હતો તેથી તપને બદલે શરીર પોસવામાં જ લેપાયો.
શલ્ય બે પ્રકારે
(૧) સક્ષમ
(૨) બાદર
(૧) ઘોર (૨) ઘોર-ઉગ્ર (૩) ઉગ્રતર
અનંતાનું માયા અપ્રત્યાય માયા પ્રત્યા માયા સંજ્વલન માયા
માનયુક્ત માયા
ક્રોધ લોભયુક્ત માયા સૂક્ષ્મ કે બાદર ગમે તે જાતનું શલ્ય હોય તો પણ તેનો ઝટ ઉદ્ધાર કરવો એક ક્ષણ પણ શલ્યવાળા ન રહેવું. સૂક્ષ્મ શલ્ય ક્ષણવાર રહી જાય તો ભયંકર નુકશાન કરે છે.
ઘરના ખૂણામાં રહેલું સાપનું નાનું બચ્યું કે અગ્નિના કણની ઉપેક્ષા કરે કે આટલામાં શું? પરંતુ એ સાપનું નાનું બચ્યું કે અગ્નિનો કણ પણ સારી રીતે ડંખે છે, કે બાળે છે અને નાશ નોતરે છે તેમ નાનું પણ પાપ શલ્ય જો તત્કાલ ન ઉધ્ધર્યું તો કરોડો ભવ ભવાન્તરોમાં સંતાપનું કારણ બને છે. માટે તપનું શિક્ષણ પ્રાપ્ત કરી સમ્યકચારિત્ર (સદાચાર)ને દિપ્તિમાન કરવા માટે સમ્યકતપ એ અતિશય આવશ્યક વસ્તુ છે. પૂ. ગૌતમસ્વામિજી મહારાજા તેનું આચરણ કરવાનો ઉપદેશ આપતા ફરમાવે છે કે –
घणकम्मतमोभट - हरणभाणुभूयं वुवालसंगधारं ।
नवरमकासायतावं, चरेह सम्मं तवोकम्मं ॥ હે ભવ્ય જીવો ! “જ્ઞાનાવરણીય' આદિ જે ગાઢ કર્મોરૂપ અંધકારનો સમૂહ, તેનું હરણ કરવામાં સૂર્ય સમાન અને લોકમાં જેમ સૂર્ય બાર મનાય છે તેમ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં બાર ભેદને ધરનાર એવું જે તપકર્મ ને તમે સમ્યફ પ્રકારે આચરો, પણ એના આચરણમાં એક વિશેષતા દાખવી જોઈએ અને તે એ જ કે સૂર્યની સાથે સંપૂર્ણ ઉપમાને પામનારે એવો પણ તપ કષાયરૂપ તાપથી રહિતપણે સેવો, અર્થાત સૂર્ય ભલે તાપકારક હોય પણ આ તારૂપ સૂર્ય કષાયરૂપ તાપથી રહિત જ હોવો જોઈએ.