________________
તપશ્ચર્યા
પ્રકરણ ૨
દમન થયા વિના કોઈ પણ વસ્તુ પોતાની સિદ્ધિને પામી શકાતી નથી. સોનાને અગ્નિમાં નખાય તો સોનુ તેની સુવર્ણતાની સિદ્ધિને પામે છે. તે જ પ્રમાણે આપણા આત્માને તપશ્ચર્યા દ્વારા દમવામાં આવે તો આપણો પણ આત્મા અનંત એવી જ્ઞાન-દર્શનની સાચી સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. માટે મહાપુરુષો કહે છે કે “અપ્પા જેવ મે યનો”
ખેતરમાં ખેડૂતોને વાડ નાખતાં જોયા છે ને ? શા માટે ? પશુ-પંખી અનાજને નુકશાન ન પહોંચાડે તે માટે ને ! કોઈ અનાજ ચોરી ન જાય તે માટે ને ! તે જ પ્રમાણે આત્માના રક્ષણ માટે વાડની જરૂર છે. દશવૈકાલિકના પહેલા અધ્યયનની પહેલી ગાથામાં અહિંસાને પાળવા માટે સંયમરૂપી વાડની જરૂર જણાવી છે. સંયમ વિના અહિંસા પાળી શકાતી નથી માટે પહેલા અહિંસા મૂકી, પછી સંયમ મૂકયું અને પછી તપ મૂક્યો એટલે બીજી રીતે કહીએ તો તપરૂપી તિજોરીના સંયમરૂપી ખાનામાં અહિંસારૂપી રત્ન રહેલું છે. આમ તપ છે તો બધુ સલામત છે અને તપ નથી તો અસલામતી જ છે.
ભીંતને ચકમકતી કરવા માટે જેમ પોલિશની જરૂર છે તે જ પ્રમાણે આત્માની સિદ્ધિ માટે તપરૂપી પોલિશની જરૂર છે. શરીરને સારું રાખવા માટે સારા ખોરાકની જરૂર છે તે ન્યાય મુજબ આત્માને સારો રાખવા માટે તપરૂપી પથ્યની જરૂર છે. કપડાંને સારા કરવા માટે જેમ ધોકા મરાય છે તે રીતે આત્મારૂપી કપડામાં મેલ ભરાયો હોય તો તેને તપરૂપી ધોકા મારવાની જરૂર છે.
તપ એ સાક્ષાત્ જ્ઞાનનું ફળ છે. જ્ઞાન દ્વારા તપને પરિણમવાનો છે. તપની તાકાત એટલી પ્રચંડ છે કે નિકાચિત કર્મના ભૂક્કા કરી દે છે. અર્જુનમાળી જેવા રોજની સાત હત્યા કરનારા પણ તપના આચરણ દ્વારા કર્મના ભૂક્કા બોલાવી દીધા અને મોક્ષગામી બની ગયા.
તપ કરવાથી કષ્ટ સહન કરવાની આદત પડે છે. તેથી દુ:ખમાં સમાધિ રહે છે. મળેલી સામગ્રીને છોડ્યા વગર તપ થઈ શકતો નથી એટલે તપ એ સુખની સામગ્રીને છોડવાનું પણ શીખવાડે છે. જેમ માણસને ગામડામાં ફ્રેકચર થયું હોય અને મોટા શહેરમાં સારુ થઈ જાય છે તેમ તપશ્ચર્યા કરવાથી ગયા ભવના પાપો આ ભવમાં નાશ પામે છે.
જેમ કોઈ દર્દીના પેટમાં ગાંઠ થઈ હોય અને તેનું ઓપરેશન કરવામાં આવે તો વજન ઓછું થાય છતાં ઓપરેશન થવાથી દર્દી રાજી થાય છે કે મારો રોગ ગયો તે રીતે તપશ્ચર્યાથી શરીર ઓછું થાય છે પરંતુ કર્મરૂપી રોગ દૂર થઈ જાય છે.
બારે પ્રકારના તપમાંથી કોઈપણ એક તપ વિના એકે આત્મા મુક્તિએ ગયો નથી, જશે પણ નહિ અને જવાનો પણ નથી બસ આ જ બતાવે છે કે તપશ્ચર્યાનો મહિમા ઉત્તમ છે. સર્વનો આધાર પણ તે છે માટે એ તપશ્ચર્યાને જીવનમાં ધારણ કરીએ જેથી મુક્તિસુખને પામીએ.
શરીરને રૂપ હોય છે અને એ રૂપ દ્વારા અનેક પ્રકારનાં પાપો થાય છે કેમકે જગતમાં આકર્ષણ રૂપનાં
૨૦૯