________________
તપશ્ચર્યા
હે પ્રભુ ! આપની કૃપાથી મારા આત્મામાં એવી શક્તિ પ્રગટ થાય એવું આધ્યાત્મિક બળ જાગૃત થાય કે હું પોતાના અનન્ત શક્તિ સમ્પન્ન દોષ રહિત નિર્મળ આત્માને શરીરથી સર્વથા અલગ સમજી શકું - જેમ મ્યાનથી તલવાર અલગ રહે છે.
वासी चंदणकप्पो
શરીર મ્યાન છે. તલવાર આત્મા છે. કાયોત્સર્ગમાં આ બંનેને અલગ અલગ સમજવાની ભાવના જાગૃત થાય છે. જેનાથી સાધુઓ, સાધક આત્માઓ કાયોત્સર્ગ કરવા જંગલમાં સ્મશાનમાં કોઈ એકાન્તવાસમાં રહે છે. દેહભાવથી મુક્ત થઈ આત્માની પરમ જ્યોતિમાં લીન બની જાય છે અને તે સમયે એમને ભયંકર ઉપસર્ગ આવે, કોઈ પ્રહાર કરે, કોઈ મારે, શરીરનું છેદનભેદન કરે, પરંતુ સાધક એવી રીતે સ્થિર ઊભો રહે છે કે જેવી રીતે આ શરીર એનું છે જ નહિ.
ભદ્ર બાહુસ્વામી પણ સાધકની આવી સ્થિતિ બતાવતા કહે છે કે
जो मरणं जीविए य समासण्णो
देहे च अप्पडिबध्धो
तिथिहाणुवसग्गाणं
काउस्सग्गो हवइ तस्स ।
કોઈ પણ ભક્તિભાવપૂર્વક ચંદનનો લેપ કરે અથવા કોઈ દ્વેષપૂર્વક ચામડી ઉતારે, જીવતો રહે કે મરેલો રહે, પરંતુ આ બધી પરિસ્થિતિમાં સાધક દેહમાં આસક્તિ નથી રાખતો સમભાવપૂર્વક સ્થિર રહે છે. એવો સાધક જ કાયોત્સર્ગ કરી શકે છે.
दिव्वाणं माणूसाण तिरियाणं ।
પ્રકરણ
सम्ममहियासणा
- ૨
अभिक्खणं काउस्सग्गकारी । (દશવૈકાલિક સૂત્ર ચૂલિકા – દ્વિતીય)
काउसग्गो हवइ सुद्धो ॥
કાયોત્સર્ગની સાધના કરતા સમયે દેવતા, મનુષ્ય તથા તિર્યંચ સંબંધી ઉપસર્ગ થઈ શકે છે, ત્યારે સાધક તે ઉપસર્ગને સમ્યક્ પ્રકારે સહન કરે તો તેનો કાયોત્સર્ગ શુદ્ધ થઈ શકે છે. આટલી બધી નિસ્પૃહતા, વીતરાગતા અને સહિષ્ણુતાના પ્રત્યક્ષ દર્શન કાયોત્સર્ગમાં થાય છે.
કાયોત્સર્ગ ગમે ત્યારે કરી શકાય છે.
૧૯૯
અભિક્ષણ એટલે પ્રતિક્ષણે કાઉસગ કરતા રહેવું જોઈએ. એટલે કે શરીરની મમતાથી દૂર રહેવાનો અભ્યાસ કરવાનો છે. સાધકના પ્રત્યેક ચિંતનમાં, પ્રત્યેક શ્વાસમાં આ ભાવ ગુંજતો રહે છે.