________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
ખાવાની છૂટ, ખાવા-પીવા ભોગવવાનાં દ્રવ્યોમાં સંકોચ નહિ, રસ (વિનય)નો યથેચ્છ ઉપયોગ, કાયાની સુખશીલતા અને મન-વચન-કાયાની ધૂમ પ્રવૃત્તિ રહેવાની અને આ બધાનો આશ્રવો હોઈ એનાથી ઢગલો કર્મઆવક રહેવાની એનાથી કોણ બચાવશે ? વળી જેમ હિંસાદિ પાપોની છૂટ હોય એ અવિરતિ છે એમ ઇન્દ્રિયોને ઈષ્ટ વિષયોપભોગની છૂટ આધારિત હોય એ પણ અવિરતિ છે. એ જંગી કર્મબંધનું કારણ છે બાહ્ય તપ વિના એને કોણ અટકાવે ?
તપસ્યા કરવાવાળાને આટલી શ્રદ્ધા તો જરૂર થાય છે કે બધા કર્મોનો નાશ કરવા માટે હું તપ કરું છું, પરંતુ આ પણ સાથે જાણી લેવું જોઈએ કે કર્મોનો મેલ કેવી રીતે ધોવાય છે? નવા પાપ કેવી રીતે અટકશે ? તેના કેટલા ભેદ છે ? અને ક્યા ભેદ કયા પાપને કેવી રીતે રોકશે ? સૂત્રકારે તો ‘તપણા નિર્નવ' આ સૂત્ર દ્વારા બતાવ્યું કે નવા પાપોને રોકવા હોય અને જૂના પાપોથી મુક્ત થવું હોય તો તપ જેવો બીજો કોઈ માર્ગ નથી.
બાહ્ય અને આત્યંતર તપ રૂપમાં બંને પ્રકારની તપશ્ચર્યા પોતપોતાના સ્થાન પર મુખ્ય છે. એટલા માટે એકને ગૌણ અને બીજાને મુખ્ય માનવાની ભૂલ ક્યારેય પણ ન કરવી.
શત્રુને મારવા માટે જેમ તલવાર જ કામ આવે છે મ્યાન નહિ. છતાં એ પણ ન ભૂલવું જોઈએ કે વગર માનવાળી તલવાર સુરક્ષિત નથી રહી શકતી અથવા તો કાટ લાગીને એ બધી જ રીતે નકામી બની જાય છે.
બસ આ પ્રકારે બાહ્યતામાં તાકાત વધારવા માટે આવ્યંતર તપનો અથવા આત્યંતર તપમાં બાહ્યતાનું મિશ્રણ કર્યા વિના છૂટકારો નથી. જો સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હશે તો એક તપને બીજા તપનો આશ્રય લેવો જ પડશે.
આત્યંતર તપની જેમ બાહ્યતામાં પણ અનંત શક્તિની વિદ્યમાનતાને નકારી શકાતી નથી અથવા તો બાહ્યતા મુક્તિ મહેલના દરવાજા સુધી પહોંચાડવા માટે સમર્થ છે, તો આત્યંતર તપ તે મહેલમાં પ્રવેશ કરાવીને મોક્ષ રૂપી કન્યાની વરણી સરળતાથી કરાવી દેવામાં સક્ષમ રીતે સમર્થ છે.
આમ બંને પ્રકારના તપ સાધકની અપેક્ષાથી કાર્ય કારણરૂપમાં છે. કારણ કે અમુક સાધકના નિકાચિત કર્મો જ એવા હોય છે કે જેના માટે બાહ્યતપની જોરદાર અગ્નિ જ કામ આવશે. જ્યારે બીજા સાધકને બાહ્યતપની અગ્નિ મંદ હશે તો પણ કામ ચાલશે. પરંતુ, આભ્યન્તર તપની જોરદાર અગ્નિની જરૂરત પડશે. આવા કારણોથી સાધક-સાધકના ભેદથી બંને પ્રકારની તપશ્ચર્યા પણ મુખ્ય અને ગૌણ સ્વરૂપ થઈને કાર્ય-કારણરૂપ બને છે. એટલા માટે બાહ્યતાના સ્થાને બાહ્યતા બળવાન છે અને આત્યંતર તપના સ્થાન પર આભ્યન્તર તપ બળવાન છે.
આધિ, વ્યાધિ અને ઉપાધિ નામના ત્રણે રોગોથી માણસ માત્ર ત્રસ્ત છે. પીડાઈ રહ્યો છે અને દુઃખની પરંપરાથી ત્રાસી રહ્યો છે. જે આર્તધ્યાનનું મુખ્ય કારણ છે એનો નાશ કરવા માટે બીજી કોઈ વસ્તુઓ