________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
દ્રવ્ય સંસાર - ચાર ગતિ રૂપ છે.
ક્ષેત્ર સંસાર – લોકાકાશરૂપ, અધો-ઉર્ધ્વ તથા મધ્યલોક, ર (૩) કાળ સંસાર: એક સમયથી લઈને પુદ્ગલ પરાવર્તન સુધીનો કાળ = અનંત પુદ્ગલ પરાવર્તન કાળ. + (૪) ભાવ સંસાર : સંસાર પરિભ્રમણના હેતુરૂપ કષાય પ્રમાદ આદિ * દ્રવ્યસંસાર કરતા ભાવસંસાર ભયંકર છે. આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે –
ને અને તે બાવÈ | (આચારાંગ સૂત્ર - ૧૮૧/૫) જે ગુણ છે એટલે કે ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત છે તે જ સંસાર છે. કારણ કે તેમાં આસક્ત થયેલો આત્મા જ સંસારમાં પરિભ્રમણ કરે છે.
| (II) કર્મ વ્યુત્સર્ગ: કર્મોનો ત્યાગ કરવો, કર્મો આઠ છે. (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગોત્ર (૮) અંતરાય. - (૫) વ્યુત્સર્ગ (કાઉસગ્ગ) – અહંકાર અને મમકારરૂપ સંકલ્પનો ત્યાગ કરવો એ વ્યુત્સર્ગ (કાઉસગ્ગ) નામનું તપ છે. શરીર અને આહારમાંથી મન અને વચનની પ્રવૃત્તિઓને હઠાવીને આધ્યાત્મિક વિચારોમાં એકાગ્રતાથી ચિત્તનો વિરોધ કરવે એટલે કે પાયાનો કાઉસગ્ન કરીને ધ્યાનપૂર્વક એક મુહૂત, એક દિવસ, એક પખવાડિયું, એક મહિનો અથવા વધુ સમય સુધી સ્થિર રહેવું એટલે વ્યુત્સર્ગ નામનું તપ કરવું. નિસંગત, નિર્ભયત્વ, જીવિત આશાનો ત્યાગ, દોષનો ઉચ્છેદ, મોક્ષમાર્ગ પ્રભાવમાં તત્પરતા વગેરેને માટે આ તપ કરાય છે. વસ્તુ, ધન, ધાન્ય, વસ્ત્રો વગેરે બાહ્ય સાધનો જે આત્માના એકત્વને અનુભવવામાં વિઘ્નરૂપ છે તેમ જ ક્રોધ, ભય, તૃષ્ણા વગેરે આંતરિક વૃત્તિઓ છે તે સર્વ પર નિયંત્રણ કેળવવું અથવા વીતરાગ ભાવ કેળવવા નિશ્ચિત મુદ્રાએ કાઉસગ્ગ કરવો. આમ આ તપમાં કાયાની માયા-મમતાનો ત્યાગ અને આત્મભાવ રમણ મુખ્ય છે. બાહ્યતપની જરૂરીયાત
આત્યંતર સાથે બાહ્ય તપનો પણ એટલો જ મહિમા છે, પરંતુ આત્યંતર તપને જ મહત્ત્વ આપવું એ ભ્રમણા છે. કેમ કે પહેલી વાત તો એ છે કે જો બાહ્ય તપ વિના ચાલતું હોય તો, તો તીર્થંકર ભગવાન ચારિત્ર લઈને સ્વાધ્યાય એટલે કે તત્ત્વચિંતન, ધ્યાન, કાયોત્સર્ગ ક્યાં ઓછું કરે છે, છતાં એમણે ભરપૂર ઉગ્ર બાહ્ય તપ પણ કર્યો જ છે ને. છે. બીજી મહત્ત્વની વાત એ છે કે જીવનમાં જો ઉપરોક્ત બાહ્ય તપ નહિ હોય તો તો એના બદલે