________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
શિષ્યના સમૂહને ગણ કહે છે. સાધના કરવા માટે “ગણનું આલંબન – સહારો આવશ્યક છે. જેમ શરીર, ગૃહસ્થ આદિ સાધનામાં ઉપકારી થાય છે. તેવી જ રીતે ગણ-પણ સાધનામાં સહયોગી અને ઉપકારી બને છે. ગણના આશ્રયથી સાધુ પોતાની ચર્ચા નિર્દોષ તથા સમાધિપૂર્વક ચલાવી શકે છે. ભગવાન મહાવીરના શાસનમાં તથા અન્ય તીર્થકરોના શાસનમાં ગણવ્યવસ્થા હતી એક એક ગણમાં સેંકડો હજારો સાધુ રહેતા હતા. બધાની સમાચારી તથા પ્રરૂપણા એક જેવી હતી. તે ગણના નાયક “ગણધર' કહેવાય છે. (૨) શરીર વ્યુત્સર્ગઃ
દોષોની શુદ્ધિ કરવી. ધર્મઆરાધના કરતાં ક્યારેક ક્યારેક તેમાં પ્રમાદ આવી જાય છે. તે પ્રમાદના કારણે અશુભકર્મોનો બંધ પણ થાય છે. સંયમમાં કોઈ દોષ લાગવાથી માલિન પણ બની જાય છે. તે મલિનતો દૂર કરી ચારિત્રમય શરીરને ફરી નિર્મળ બનાવવા માટે કાયોત્સર્ગ એક પ્રકારનું સ્નાન છે. આનાથી ચારિત્રરૂપી શરીર પર લાગેલો મેલ તેના કણકણ દૂર થઈ જાય છે. ફરી નિર્મળતા અને કાંતિ પ્રાપ્ત થાય છે. આવશ્યક સૂત્રમાં બતાવ્યું છે કે –
तस्स उत्तरिकरणेणं, पायच्छित्त करणेणं, विसोही करणेणं, ।1।
વિસલ્દી કરો, પરવાળ મા નિઘાયળતાપ ડિસ આવશ્યક સૂત્ર) તે સંયમ જીવનને વિશેષરૂપથી પરિતૃપ્ત કરવા માટે લાગેલા દોષોનું પ્રાયશ્ચિત કરવા માટે. આત્માને વિશુદ્ધ કરવા માટે, શલ્યરહિત કરવા માટે, પાપકર્મોને નષ્ટ કરવા માટે હું કાયોત્સર્ગ કરુ છું. ભગવાન મહાવીરે પણ ઉત્તરાધ્યયન સૂત્રમાં બતાવ્યું છે કે...
___काउस्सग्गेणं भन्ते जीवे की जणयई ? । काउस्सग्गेणं तीय पडुप्पन्नं पायच्छितं विसोहेइ विसुद्धपायच्छितेय जीवे निव्वुयहियो ओहिरय મિત્ર મારવટે પસન્દ ક્ષણોવાણ સુદં મુદ્દે વિરક્ | (ઉત્તરાધ્યયન સૂત્ર ૨૯/૧૨)
સમય જીવનમાં કે સાધક જીવનમાં પ્રમાદવશ થઈને અહીં ત્યાં ભટકે છે અને દોષનું સેવન કરે છે. જાણતાં કે અજાણતાં ભૂલો કરી બેસે છે ત્યારે કાયોત્સર્ગ કરવાથી બધી ભૂલો અને દોષોની શુદ્ધી કરી લે છે. આત્માને નિર્મળ અને નિષ્પાપ બનાવી લે છે. નિર્મળ આત્મા ખૂબ જ હળવાપણનો અને પ્રસન્નતાનો અનુભવ કરે છે. કાઉસ્સગ્નમાં દેહબુદ્ધિનું વિસર્જન કરવાનું હોય છે. એમાં એ વિચારે છે કે ..
शरीरतः कर्तुमनन्तशक्ति विभिन्नमात्मानमपास्त दोष । जिनेन्द्र ! कोषादिव खङ्गयष्टिं तव प्रसादेन ममास्तु शक्तिः ॥