________________
તપશ્ચર્યા
સમાધિ તેમજ શાંતિની કામના રાખવાવાળા આર્ત તથા રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને ધર્મ તથા શુક્લ ધ્યાનનું ચિંતન કરે. વાસ્તવમાં આ બે ધ્યાનને જ ધ્યાનતપ કહેવામાં આવ્યા છે.
ધર્મનો અર્થ છે - આત્માને પવિત્ર બનાવવાવાળુ તત્ત્વ. જેના આચરણથી આત્માની વિશુદ્ધિ થાય છે. તેને ધર્મ કહે છે. તે ધાર્મિક વિચારોમાં આત્મશુદ્ધિના સાધનોમાં મનને એકાગ્ર કરવું અર્થાત પવિત્ર વિચારોમાં મનને સ્થિર કરવું તે ધર્મધ્યાન છે. વાસ્તવિક દ્રષ્ટિથી ધર્મ તથા શુક્લ ધ્યાન જ આત્મધ્યાન છે. આચાર્યશ્રી કહે છે કે “આત્માનો આત્મા દ્વારા આત્માના વિષયમાં વિચારવું, ચિંતન કરવું એ જ ધ્યાન છે. આ જ આત્મધ્યાન છે.” ।૨। આવા ધ્યાન માધ્યમથી આત્મા પરવસ્તુમાંથી હટીને સ્વમાં લીન બની જાય છે. પોતાના વિષયમાં જ ચિંતન કરવા લાગી જાય છે અને ચિંતન કરતા કરતા આત્મસ્વરૂપના દર્શન કરી લે છે. આ ધ્યાનરૂપ અગ્નિ દ્વારા આત્મા કર્મરૂપ લાકડીને બાળીને ભસ્મ કરે છે અને પોતાના શુદ્ધ સ્વરૂપ નિરંજન સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે.
ध्यानाग्निदग्ध कर्मतु सिद्धात्म स्थान्निजनः ।
षटखण्डागम । યોગશાસ્ત્ર (આચાર્ય હેમચંદ્રાચાર્યજી)
“શટખંડાગમમાં માં કહે છે કે ધર્મ તથા શુક્લ ધ્યાન તપ છે. બાકી જેટલા તપ છે. તે બધા ધ્યાનના સાધન માત્ર છે.”
ધર્મધ્યાનના પ્રકાર :
પ્રકરણ - ૨
धम्मे झाणे चउव्विहे पणते तं जहा ।
આળાવિઘ્નઇ, વાયવિન વિવાવિનદ્ સંાળવિજ્ઞપ્ ॥ (ભગવતી સૂત્ર ૨૫/૭)
-
ધર્મધ્યાનના ચાર પ્રકાર છે.
(૧) ઞજ્ઞાવિષય : ‘વિચાર’નો અર્થ છે નિર્ણય અથવા વિચાર કરવો. આજ્ઞાના સંબંધમાં ચિંતન કરવું આજ્ઞાવિજય છે.
પ્રશ્ન : આજ્ઞા કોની ?
જવાબ : આજ્ઞા એની જ માન્ય ગણાય છે જે શ્રદ્ધેય હોય, પરમપૂજ્ય હોય, સ્વામી હોય, વીતરાગ હોય, એની આજ્ઞા જ વાસ્તવમાં ધર્મ છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે,
आणाए मामगं धम्मं ।
। આચારાંગ સૂત્ર ૬/૨) જે ધર્મ છે તેજ તેમની આજ્ઞા છે અને જે આજ્ઞા તે જ તેમનો ધર્મ છે. आणाए तवो आणाए संजमो ।
(સંબોધ સત્તરી-૩૨)
૧૮૬