________________
તપશ્ચર્યા
પ્રકરણ ૨
(૪) અવાદરુષિ : ઊંડા ઉતરવું, જેમ દરિયામાં, નદીમાં ઊંડે જાય તો મોતી મળે છે. તેમ શાસ્ત્રોનું અધ્યયન તો કરે છે પણ શાસ્ત્રના જ્ઞાનને હૃદયંગમ નથી કરી શકતા એટલે જ્ઞાનપ્રકાશ પ્રાપ્ત નથી કરી શકતા. પરંતુ ચિંતન-મનન કરવામાં આવે અને એના દ્વારા જે ઉત્સુકતા પ્રાપ્ત થાય છે તેને અવગાઢ રુચિ કહેવામાં છે.
આ ચાર લક્ષણોથી ધર્મધ્યાનની આત્મની ઓળખ થાય છે. ધર્મધ્યાનને સ્થિર રાખવા માટે, તે ચિંતન પ્રવાહને વધારે સ્થિર બનાવવા માટે ધર્મધ્યાનના ચાર આલંબન બતાવ્યા છે.
ચાર આલંબન :
(A) વાવના : વિચારો ને પવિત્ર તથા શુદ્ધ બનાવવાનું ધાર્મિક સાહિત્ય પોતે ભણે અને બીજાને ભણાવે.
(B) પૃષ્ઠના : અધ્યયન કરતા કોઈ શંકા થાય તો ગુરુજનો તથા બહુશ્રુત હોય તેમ પૂછવું તેને પૃચ્છના કહેવાય છે.
(C) પરિવર્તના : જે જ્ઞાન શીખ્યા હોય કે વાંચેલું હોય તેને વારંવાર યાદ કરવું તેને પરિવર્તના કહેવાય છે.
(D) ધર્મકથા : ધર્મોપદેશ સાંભળવાનો અને પછી બીજાને કરવાનો.
ચાર અનુપ્રેક્ષા :
મનને ધર્મધ્યાનમાં લીન બનાવવા માટે જે ચિંતન કરવામાં આવે છે. તેને અનુપ્રેક્ષા કહે છે. અનુપ્રેક્ષા દ્વારા આત્મા વૈરાગ્ય પ્રધાન વિચારોમાં લીન બની જાય છે. વીતરાગભાવ જેવો આનંદ પ્રાપ્ત કરે છે. સંસારની મોહ-માયાને ભૂલી જાય છે. આમ અનુપ્રેક્ષાનો નિરંતર અભ્યાસ કરતા રહેવું જોઈએ.
(I) ત્વાનુપ્રેક્ષા : આત્માના એકાકીપણાનું ચિંતન કરવું. હું એકલો આવ્યો છું. એકલો જવાનો છું. નમિરાજર્ષિ જ્યારે આ સૂત્ર સમજ્યા કે “આત્મા એકાકી છે, કોઈ કોઈનું નથી.' એકત્વમાં આનંદ છે. બે છે ત્યાં દુ:ખ છે. આ પ્રકારનું ચિંતન કરવું તે એકત્વનુપ્રેક્ષા છે.
:
(II) અનિત્યાનુપ્રેક્ષા : વસ્તુની અનિત્યતાનું ચિંતન કરવું આંખે દેખાતા તમામ જડ પદાર્થો નાશવંત છે, ક્ષણિક છે, કોઈ પણ વસ્તુ સ્થિર નથી, ક્ષણે ક્ષણે નાશ થઈ રહ્યો છે. આ પ્રમાણે વિચારવું તે અનિત્યાનુપ્રેક્ષા છે.
(૧૮૮૬