________________
તપશ્ચર્યા
પ્રકરણ ૨
સ્થિર હશે તો તેજ યોગ પર અટલ રહેશે. આ ધ્યાન સૂક્ષ્મ વિચાર પર ચાલે છે. આ ધ્યાન સર્વથા નિર્વિચાર ધ્યાન નથી, પરંતુ કોઈ એક વસ્તુ તત્ત્વ ઉપર વિચારસ્થિર થઈ જાય છે.
(૩) સૂક્ષ્મયિાપ્રતિપાતિ ઃ આ ધ્યાન અત્યન્ત સૂક્ષ્મ ક્રિયા પર ચાલે છે. આ ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત થયા પછી યોગી ફરીથી પોતાના ધ્યાનથી ચલિત થતા નથી માટે આને સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી કહે છે. જૈન આગમોમાં કહ્યું છે કે આ ધ્યાન કેવળી - વીતરાગી આત્માને જ થાય છે. જ્યારે આયુષ્યનો ઘણો ઓછો સમય (અંતમુર્હુત) શેષ રહ્યો હોય તે સમયે વીતરાગી આત્મામાં યોગનિરોધની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. સ્થૂલ કાયયોગના સહારાથી સ્થૂલ મનયોગને સૂક્ષ્મ બનાવવામાં આવે છે. પછી સૂક્ષ્મ મનના સહારે સ્થૂલકાય યોગને સૂક્ષ્મરૂપ આપે છે. પછી સૂક્ષ્મ કાયયોગના અવલંબનથી સૂક્ષ્મ મન-વચનનો નિરોધ કરવામાં આવે છે. તે અવસ્થામાં ફક્ત સૂક્ષ્મકાયયોગ માત્ર શ્વાસોચ્છવાસની પ્રક્રિયા જ શેષ રહી જાય છે. તે સ્થિતિનું ધ્યાન જ આ ધ્યાન છે. બસ એના અંતમુર્હુતમાં જ આત્મા અયોગી સિદ્ધ બની જાય છે.
(૪) સમુચ્છિન્નયિાનિવૃત્તિ : આત્મા સર્વથા યોગોનો નિરોધ કરી દે છે. આત્મપ્રદેશ સર્વથા નિષ્પમ્પ બની જાય છે. સમસ્ત યોગની ચંચળતા સમાપ્ત થઈ જાય છે. આત્મા ચૌદમાગુણસ્થાને શ્રેણીમાં આરુઢ થઈને અયોગી કેવળી બની જાય છે. આ પરમ નિમ્પ તથા સમસ્ત ક્રિયા યોગથી મુક્ત ધ્યાન દશા છે. આ દશાને પ્રાપ્ત થવા પર ફરીને તે ધ્યાનથી નિવૃત્તિ નથી થતી આ કારણથી એને સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ શુક્લધ્યાન કહેવામાં આવે છે. આ ધ્યાનના પ્રભાવથી આત્માની સાથે રહેલા શેષ ચાર કર્મ શીઘ્ર જ ક્ષીણ થઈ જાય છે અને અરિહંત ભગવાન વીતરાગ આત્મા-સિદ્ધ દશાને પ્રાપ્ત કરી લે છે.
પ્રથમ બે ભેદ સાતમાંથી બારમાં ગુણસ્થાન સુધી માનવામાં આવ્યા છે. ત્રીજું તેરમા ગુણસ્થાનમાં રહે છે, તથા ચોથું ધ્યાન ચૌદમાં ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. પ્રથમ બે ધ્યાન સાલંબન છે. તેમાં શ્રુતજ્ઞાનનું આલંબન રહે છે. અને શેષ બે ધ્યાન નિરાલંબન છે. એમાં કોઈનો પણ સહારો કે આલંબનની અપેક્ષા નથી રહેતી.
શુક્લધ્યાનના ચાર લિંગ :
શુક્લધ્યાની આત્માના ચાર ચિહ્ન છે. આ ચિહ્નો (લિંગો)થી ઓળખવામાં આવે છે.
(I) અવ્યય : ભયંકરથી ભયંકર ઉપસર્ગોમાં વ્યથિત - ચલિત થતા નથી.
(II) અસમ્મોહઃ સૂક્ષ્મ તાત્ત્વિક વિષયોમાં અથવા દેવાદિકૃત માયાથી સંમ્મોહિત નથી થતા. તેમની શ્રદ્ધા અચલ રહે છે.
૧૯૫