________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
પર ક્રમશઃ ચિંતન કરવું. અ - અરિહંત - આ - આત્મા, ક – કર્મ, ખ – ખાંતિ આદિ બીજાક્ષર શબ્દ અને સંકેત :
વૈદિક ગ્રન્થોમાં જેને “શબ્દબ્રહ્મ' કહેવામાં આવે છે. જૈન દર્શનમાં અને પદસ્થ ધ્યાન કહે છે. શબ્દમાં અપાર શક્તિ છે. ચિત્તની સાથે એકાકાર થવા પર પોતાનો ચમત્કાર બતાવવા લાગી જાય છે. બીજાક્ષરોમાં પણ ઈષ્ટદેવના દેવતાઓના સંકેત છુપાયેલા છે. વૈદિક આચાર્યે કહ્યું છે કે –
अकारो वासुदेवः स्याद् उकारस्तु महेश्वरः ।
मकारः प्रजापतिः स्यात् त्रिदेवो ऊ प्रयुज्यते ॥ આજ રીતે જૈન આચાર્યે પણ બતાવે છે કે –
अरिहंता असरीरा आयरिय उपज्ज्ञाय मुणिणो । પઢમg૨ નિષ્ણનો વારો પંચ પરમિટ્ટી || (બૃહદ્ દ્રવ્ય સંગ્રહ ટીકા પૃ.૧૪૨)
અરિહંત - આ સિદ્ધ (અશરીરી) અ આચાર્ય
આ ઉપાધ્યાય ઉ = ઓ
મ્ = ઓમ્ - ઉઠે આમ, પરમેષ્ઠિના પ્રથમ અક્ષર મેળવવાથી ૐ થાય છે. આવી રીતે બીજાક્ષરો દ્વારા નિષ્કામભાવથી ધ્યાન કરતા પોતાના સ્વરૂપનું ચિંતન કરવું પદસ્થ ધ્યાન છે. રુપસ્થ ધ્યાન ઃ રુપયુક્ત ઈષ્ટદેવ, તીર્થકર આદિનું ચિંતન કરવું પસ્થ ધ્યાન છે.
મતો રુપમતિ ધ્યાન રૂમ) મુખ્યતે | (યોગ શાસ્ત્ર ૯૭) આ ધ્યાનમાં કલ્પના ખૂબ જ સુરમ્ય અને રંગબેરંગી હોય છે. સાધક એકાંત શાંત વાતાવરણમાં બેસી આંખો બંધ કરી હૃદયની આંખો ખોલી છે. ભગવાનના ગુણોને યાદિ કરી ભગવાનની આકૃતિની કલ્પના કરે છે, એમાં લીન બની જાય છે. જાણે સાક્ષાત્ પરમાત્મા સામે બેઠો હોય એવો અનુભવ થાય છે, એવી જ રીતે સમોવશરણની પણ કલ્પના કરે છે.
પાતીત ધ્યાન : રુપથી અતીત એટલે કે નિરાકાર નિરંજન સિદ્ધ ભગવાન પરમાત્માનું ચિંતન કરતા આત્મા એમા તન્મય બની જાય છે. આચાર્યશ્રી કહે છે કે –
મ
- ૧૯૩