________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
ત્રણ કોષવાળો અગ્નિમંડપ બની રહ્યો છે. એવી કલ્પના કરતા જાઓ તે અગ્નિમંડપમાં તીવ્ર વાળાઓ ઊડી રહી છે. એવી કલ્પના કરો. તેમાં આઠ કર્મો બળી રહ્યા છે. તથા તે બળીને રાખ બની ગયા છે. આત્મા તેજરૂપથી ચમકી રહ્યો છે. આ પ્રકારની કલ્પના કરો.
અગ્નિધારણામાં જે સર્વત્ર પ્રકાશ ફેલાઈ રહ્યો છે. તેનું સ્વયં જ પ્રતિબિંબ દેખાય છે. ઉપનિષદોના અનુસાર અગ્નિધારણા સિદ્ધ થવા પર યોગીનું શરીર જો ભડભડતી જ્વાળાઓમાં પણ નાખી દેવામાં આવે તો પણ તે બળતો નથી.
(૩) વાવ થાઉUIT : પવનની કલ્પના સાથે મનને જોડી દેવામાં આવે છે. યોગી વિચારે છે. ખૂબ જોરથી પવન ફૂંકાઈ રહ્યો છે.તેમાં આઠ કર્મોની રાખ ઊડી રહી છે. નીચે હૃદય કમલ સફેદ બની ગયુ છે અને આત્મા પર લાગેલી રાખ હવાના કારણે સાફ થઈ રહી છે. વૈદિક આચાર્યોના અનુસાર આ ધારણામાં સમસ્ત બ્રહ્માંડને વાયુથી પ્રકમ્પિત થતો જોવામાં આવે છે. અને આનો પ્રેરક હું જ છું. આ પ્રકારે પવન ધારણામાં આત્માને બાંધી દેવામાં આવે છે. વાયવી ધારણા સિદ્ધ થવા પર યોગી આકાશમાં ઊડી શકે છે. વાયુ રહિત સ્થાનમાં પણ જીવિત રહી શકે છે. એને વૃદ્ધાવસ્થા નથી આવતી.
(૪) વારુણી ધારણા પાણીની કલ્પના કરી મનને જોડવાનું છે. વાયવી ધારણાથી આગળ વધીને યોગી વિચારે છે આકાશમાં વાદળાઓનો સમૂહ ઊડી રહ્યો છે. વીજળી ચમકી રહી છે અને ધીરે ધીરે ખૂબ જોરથી વર્ષા પણ શરૂ થઈ ગઈ છે. આત્મા પવિત્ર અને નિર્મળ બની રહ્યો છે. પાણી ધારણા સિદ્ધ યોગી પાણીમાં ડૂબતો નથી. અગાધ પાણીમાં પણ જીવિત રહે છે અને મન તથા શરીરના સમસ્ત તાપ શાંત થઈ જાય છે. એવો વૈદિક આચાર્યોનો મત છે. I 1 I
(૫) તત્ત્વરૂપવતી ધારણા ઃ આને તત્ત્વ ભૂ ધારણા પણ કહેવામાં આવે છે. યોગવશિષ્ટ આદિ ગ્રન્થોમાં આને “આકાશ ધારણા' કહે છે. આ સર્વ શ્રેષ્ઠ ધારણા છે. આમાં આત્માનું નિરાકાર, નિર્મળ રૂપનું ચિંતન કરતા યોગી વિચારે છે હું અનંત શક્તિનો પુંજ છું. હું આકાશથી પણ વિરાટ વ્યાપક છું. જે પ્રકારે આકાશ પર કોઈ લેપ નથી. તેવી જ રીતે મારા પર પણ કોઈ બાહ્ય વસ્તુનું આવરણ નથી. આ ધારણામાં આત્મા પોતાના સ્વરૂપદશાની ઉત્કૃષ્ટ અનુભૂતિ કરી શકે છે.
આ પ્રકારે પિંડસ્થ ધ્યાનની પાંચ ધારણાઓ છે. જેના આધાર પર મનને પોતાની નજીકમાં લાવી શકાય છે અને ધ્યેયની સાથે જોડી દેવામાં આવે છે. આ ધારણાઓ સિદ્ધ થઈ જવા પર સાધકની આત્મશક્તિઓ ખૂબ જ વિકસિત અને પ્રચંડ બની જાય છે. એના પર કોઈ પ્રકારની મલિનવિદ્યાઓનો પ્રભાવ નથી પડતો. ભૂત-પિચાશ આદિ તેના દિવ્ય તેજથી ભયભીત રહે છે.