________________
તપશ્ચર્યા
(III) અશરળાનુપ્રેક્ષા : સંસારમાં કોઈ કોઈનું શરણ નથી. કોઈ કોઈનુ રક્ષક નથી, પરિવારસ્નેહીજનો બધા જ સુખના સાથી છે. દુઃખ આવશે, રોગ ઉત્પન્ન થશે જ્યારે પીડામાં કે સંકટમાં કોઈ ભાગીદાર નહિ બને. આ પ્રકારનું વિચારવું તે અશરણાનુપ્રેક્ષા છે.
પ્રકરણ ૨
:
(IV) સંસારાનુપ્રેક્ષા : સંસારના સ્વરૂપનું ચિંતન કરવું, આ સંસાર દુઃખમય છે. દુઃખ મૂલક છે. દુ:ખાનુંબંધી, કષ્ટમય છે. સંસાર અનાદિકાળનો છે. અનંતી વખત જન્મ-મરણ કર્યા છે. છતાં પણ સુખ પ્રાપ્ત થયું નથી. માટે નરક તથા તિર્યંચયોનીના કષ્ટોને યાદ કરી આત્માને જન્મ મરણથી મુક્ત કરવાનો ઉપાયો પર વિચાર કરવો, સંસારની શોકાકુલ દશામાંથી મુક્ત કેમ થવું ? ત્યારે મનને નિરાકુલ ભાવનામાં લાવવો. તે સંસારાનુપ્રેક્ષા છે.
આત્માની શાંતિ માટે મનને નિર્મળ બનાવવા માટે આ ભાવનાઓનું ઘણું મહત્ત્વ છે.
ધ્યાનમાં મુખ્ય ત્રણ વસ્તુઓ છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય - ધ્યાતાનો અર્થ છે ધ્યાન કરવાવાળો, ધ્યાનનો અધિકારી. ધ્યાનનો અર્થ છે, તલ્લીન્નતા. એકાગ્રતા અને ધ્યેયનો અર્થ છે ઇષ્ટદેવ. જેમનું ધ્યાન કરવામાં આવે આ ત્રણ પવિત્ર ભૂમિકા છે.
યસ્ય વિત્ત સ્થિીભૂત સહિ ધ્યાના પ્રશસ્યતે
(જ્ઞાનાર્ણવ પૃ.-૮૪)
જેનું ચિત્ત સ્થિર થઈ ગયું હોય તે જ વાસ્તવમાં ધ્યાનનો અધિકારી છે. ધ્યાનની પવિત્રતાના વિષયમાં બતાવે છે કે
जितेन्द्रियस्य, धीरस्य प्रशान्तस्य स्थिरात्मनः ।
सुखानस्य नासाग्रन्यस्तनेयस्य यौगिनः ॥
(ધ્યાનાષ્ટક - ૬)
જે યોગી જિતેન્દ્રીય છે, ધીર છે, શાંત છે, સ્થિર આત્માવાળો છે. નાસાર્ગે દ્રષ્ટિ સ્થિર કરી સુખાશનમાં બેઠા છે તે જ ધ્યાન કરવાના અધિકારી છે.
પિણ્ડસ્થધ્યાન તથા ધારણાઓ :
(૧) પિઽસ્થ ધ્યાન : પિણ્ડનો અર્થ છે શરીર. શાંત એકાંત સ્વચ્છ સ્થાનમાં વીરાસન, સુખાસન, સિદ્ધાસન આદિ કોઈ યોગ્ય આસન પર સ્થિર બેઠક કરી શરીરમાં સ્થિત ચૈતન્ય ધન આત્મદેવતાનું ધ્યાન કરવું તે પિણ્ડસ્થ ધ્યાન છે. આમાં શુદ્ધ નિર્મળ આત્માને લક્ષમાં રાખી ચિંતન કરવામાં આવે છે. આ ધ્યાન મુદ્રામાં જે મુદ્રા બનાવવામાં આવે છે, તે ધ્યાન મુદ્રા છે. ધ્યાનમુદ્રાનો અર્થ છે મન અંતર્મુખી થાય. ।
૧૮૯