________________
તપશ્ચર્યા
પ્રકરણ
-
૨
આજ્ઞામાં તપ છે, આજ્ઞામાં સંયમ છે, એટલા માટે આજ્ઞાનો અર્થ છે ભગવાન કથિત ધર્મનું ચિંતન મનન કરવું એ ધર્મધ્યાનનો પ્રથમ ભેદ આજ્ઞાવિચય છે.
(૨) અપાયવિષય : અપાયનો અર્થ છે દોષ અથવા દુર્ગુણ આત્મામાં અનાદિ કાળથી પાંચ દોષ છુપાયેલા છે. (૧) મિથ્યાત્વ (૨) અવ્રત (૩) પ્રમાદ (૪) કષાય (૫) અશુભયોગ. આ દોષોના કારણે આત્મા જન્મ-મરણના ચક્કરમાં ભટકે છે. દુઃખ વેદના અને પીડાને પ્રાપ્ત કરે છે. આ દોષોના સ્વરૂપનો વિચાર કરવો. આનાથી છુટકારો કેવી રીતે મળે, કેવી રીતે ઘટાડવામાં આવે, કયા કયા સાધનોથી તે દોષોની શુદ્ધિ કરવામાં આવે આ વિષય પર ચિંતન કરવું તે અપાય વિચય છે.
(૩) વિપાક વિચય : પાંચ દોષ જે અપાય વિષયમાં બતાવવામાં આવ્યા છે. તે જ કર્મ બંધનના કારણ છે. કારણ કે તે પાંચે પ્રમાદ છે અને પ્રમાદ જ કર્મબંધનું કારણ છે. પમાયંમ્મ માતંતુ । કર્મ બાંધતા સમયે સારા લાગે છે. પરંતુ જીવો એના પરિણામની કલ્પના પણ કરતા નથી. માટે સુખના હૃદયાલ્હાદક તથા દુઃખના રોમાંચક વિપાકોના પરિણામો પર ચિંતન કરતાં રહેવાથી પાપો પ્રત્યે ભય, ઘૃણા ઉત્પન્ન થાય છે તથા પાપ પ્રત્યે લગાવ ઓછા થઈ જાય છે. જેનાથી આત્મામાં પાપોથી બચવાનો સંકલ્પ જાગ્રત થાય છે. તો આવી રીતે પાપના કટુ પરિણામો અને પુણ્યના શુભ ફળો પ૨ જે ચિંતન કરવામાં આવે છે. તે ધર્મધ્યાનનો ત્રીજો ભેદ એટલે કે વિપાક વિચય છે.
(૪) સંસ્થાન વિષય : સંસ્થાનનો અર્થ છે આકાર. લોકનો આકાર તથા સ્વરૂપના વિષયમાં ચિંતન કરવું કે લોકનો સ્વરૂપ શું છે ? નર, સ્વર્ગ ક્યાં છે ? આત્મા કયા કારણે ભટકે છે ? કઈ કઈ યોનિમાં કયા દુઃખ તથા વેદનાઓ છે ? આદિ વિશ્વ સંબંધી વષયોની સામે આત્મસંબંધ જોડીને તેનો આત્માભિમુખ ચિંતન કરવું તે સંસ્થાન વિષય છે.
ધર્મધ્યાનના લક્ષણ ઃ
(૧) આજ્ઞાઋષિ : રુચિનો અર્થ છે વિશ્વાસ, માનસિક લગાવ અને રસરુચિ. જિનેશ્વર દેવની આજ્ઞામાં, સદ્ગુરુજનોની આજ્ઞામાં વિશ્વાસ રાખવો તથા તે પ્રમાણે આચરણ કરવું તે ધર્મધ્યાનનું પ્રથમ લક્ષણ છે. રુચિ હશે તો જરૂર આગળ વધી શકશે.
૧૮૭
(૨) નિસર્નઋષિ : ધર્મ ઉપર, સર્વજ્ઞભાષિત તત્ત્વો ઉપર અને સત્યદર્શન પર જો આપણા હૃદયમાં સહજ શ્રદ્ધા થાય છે. જેનું કારણ બીજું કાંઈ ન હોતા દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ હોય છે. તે શ્રદ્ધાને, તે રુચિને નિસર્ગ રુચિ કહેવાય છે.
(૩) મૂત્રચિ : ભગવાનની વાણીરૂપ આગમ અંગ, ઉપાંગ, રૂપ સૂત્ર છે. તેને સાંભળવાથી ધર્મમાં જે રુચિ થાય છે તે સૂત્ર રુચિ છે.