________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
ગુપ્ત યોજનાઓ બનાવવા માટે ઊંડી ચિંતા કરવી. આ હિંસાનુંબંધી રૌદ્રધ્યાન છે.
(આ) મૃષાનુબંધી : બીજાને ઠગવા, વિશ્વાસઘાત કરવો, છળ પ્રપંચ કરવા સંબંધી ચિંતન કરવું તથા
સત્ય વસ્તુઓનો અર્થ બદલી લોકોનો ગુમરાહ કરવા સંબંધી વિચારવું એટલે કે ખોટું, છળકપટનું
ચિંતન મૃષાનુબંધી રૌદ્રધ્યાન છે. (ઈ) તેયાણબંધી - સેનાનુબંધી : ચોરી, લૂંટ આદિના ઉપાયો તેના સાધનોનો વિચાર કરવો, ચોરી
ના નવા નવા રસ્તાઓ વિચારતા રહેવાના, કેવી રીતે એને છુપાવવું આદિ આ બધુ વિચારવું
તે સ્નેનાનુબંધી રૌદ્રધ્યાન છે. (ઈ) સરંક્ષણાનુબંધી: જે ધન, વૈભવ, પદ અધિકાર પ્રતિષ્ઠા આદિ સાધન તથા ભોગ વિલાસની
સામગ્રી પ્રાપ્ત થઈ છે. તેના સંરક્ષણની ચિંતા કરવી, કેવી રીતે અમારું ધન સુરક્ષિત રહે, ખુર્શી તથા અધિકાર કેવી રીતે મળે એ પ્રકારની વિચારણા કરવી તથા ભોગ-સુખમાં જે કોઈ અડચણ રૂપ બને તેની હત્યાદિ કરી પોતાના સુખ તથા ભોગનો રસ્તો નિષ્કટક કરવા સંબંધી ચિંતન
કરવું આ બધું સંરક્ષણાનુબંધી ધ્યાનમાં આવે છે. રૌદ્રધ્યાનના ચાર લક્ષણ : (૧) મોનોસે - હિંસા, અસત્ય આદિ કોઈ એક પાપકર્મમાં અત્યન્ત આસક્ત થઈને વિચારવું. (૨) વહુનલોને - અનેક પ્રકારના પાપકારી દૂષ્ટ વિચારોમાં આસક્ત થઈને રહેવું. (૩) મUIોલે - હિંસા આદિ અધર્મ કાર્યોમાં ધર્મબુદ્ધિ રાખીને તેમાં (અજ્ઞાનવશ) આસક્ત થઈને રહેવું.
(૪) મામiાંતો - મૃત્યુ સુધી મનમાં દ્વેષ અને ક્રૂરતાથી ભરપુર રહેવું. અંતિમ સમયે પણ પોતાના પાપો પ્રત્યે પશ્ચાત્તાપ ન કરવો, પરંતુ તેમાં જ રૌદ્ર તથા આસક્ત બનીને રહેવું.
રૌદ્રધ્યાનવાળો પ્રાય બીજાને કષ્ટ આપવામાં, પીડા પહોંચાડવામાં તથા તેમની હિંસા કરવાની ચિંતામાં ઘેરાયેલા રહે છે. ધર્મધ્યાન : ધર્મધ્યાનનું સ્વરૂપ ઃ
अट्ट रुद्दाणि वज्जिता झाएज्जा सुसमाहिए । ધર્મ સુક્ષારું ગાડું જ્ઞાળ તું તુ વુદ્દા વા II (ઠાણાંગ સૂત્ર-૪)