________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
(C) મયંવર સંપન - આતંક સંપ્રયોગ :
આતંક એ રોગનું નામ છે, રોગ થઈ જવાથી માણસ તેની પીડામાં વ્યથિત થઈ જાય છે અને તેને દૂર કરવાના વિવિધ ઉપાયો વિચારે છે. રોગથી ગભરાઈને ક્યારેક આત્મહત્યા પણ કરી લે છે. રોગ મટાડવા માટે ગમે તેવા હિંસાત્મક પાપ કરવા પણ તૈયાર થઈ જાય છે. તે રોગચિંતા આર્તધ્યાન છે. (D) પરિસિય વલમ - મોળ સંપન - પ્રાપ્ત કામ ભોગ સંપ્રયોગ :
કામ, ભોગ આદિની જે સામગ્રી જે સાધન ઉપલબ્ધ થયા છે. એને સાચવવાની ચિંતા, તે તૂટી ન જાય, ભવિષ્યનું વિચારે તથા પછીના ભાવમાં પણ આવા ભોગો મળે એની ચિંતા કરવી એ પ્રકારનું નિયાણું કરવું.
જે આત્મા આર્તધ્યાન કરે છે, એની આકૃતિ ખૂબ જ દીનહીન, કરમાયેલી લાગે છે, રડવું, છાતી તથા માથું કૂટવું, ત્યાં સુધી પહોંચી જાય છે. આર્તધ્યાનવાળાની સ્થિતિ કેવી હોય તે બતાવતા તેના લક્ષણ બતાવે છે.
अट्टस्स णं झाणस्स चत्तारि लक्खणा ।
Mયા, સોયબયા, તિળયા, પરિવેયા ! (ભગવતી સૂત્ર ૨૫/૭) (૧) અન્નતા - રોવું, વિલાપ કરવો, રાડ પાડવી (૨) શોવનતા - શોક કરવો, ચિંતા કરવી (૩) તિપાતા - રડવું
(૪) પરિવેના – હૃદયે આઘાત પહોંચે એવો શોક કરવો વધારે પડતા ઉદાસ બની જવું, દુઃખીવિહ્વળ થઈ છાતી આદિ પીટવું. આ ચારે લક્ષણ મનની દુઃખિત તથા વ્યથિત દશાનું સૂચક છે. આ લક્ષણથી ખ્યાલ આવે કે આ વ્યક્તિ દુઃખી, આર્ત અને ચિંતાગ્રસ્ત છે. રૌદ્રધ્યાન - પૂરતા પ્રધાન :
રૌદ્રધ્યાનમાં ક્રૂરતા તથા હિંસકભાવોની પ્રધાનતા હોય છે. પોતે દુઃખી હોય ત્યારે બીજા પ્રત્યે સહાનુભૂતિ ને બદલે અપમાન કરવું. જેમ તેમ બોલે અને મારી પણ લે છે. આવા રોષના કારણે દીનતાની જગ્યાએ ક્રૂરતા તથા હિંસાત્મકપણાની ભાવના ભડકી ઊઠે છે ત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે રૌદ્રધ્યાનના ચાર કારણ ? (અ) હિંસાનુબંધી : કોઈક ને મારવું, પીટવું અથવા હત્યાદિ કરવાના સંબંધમાં ચિંતન કરવું.