________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
પદસ્થધ્યાનનું સ્વરૂપ : પદસ્થ ધ્યાનનો અર્થ છે કોઈ પદો, પવિત્ર અક્ષરો પર મનને સ્થિર કરવું.
यत्पदानि पवित्राणि समालम्ब्य विधीयते ।
તત્પર્શ સમાધ્યિાત ધ્યાનસિંધ્યાન્તપરડઃ | (યોગશાસ્ત્ર ૮/૧) કોઈ પવિત્ર પદોનું આલંબન લઈને તેના આધાર પર ચિત્તને સ્થિર કરી દેવું એને પદસ્થ ધ્યાન કહે છે.
આ ધ્યાનમાં પોતાના ઇષ્ટપદો જેવા કે ભગવદ્રનામ, નવકાર મહામંત્ર તથા અન્ય શાસ્ત્રીય વાક્યોનું સ્મરણ કરતા સાધક તેમાં તલ્લીન થવાનો પ્રયત્ન કરે છે. ઈષ્ટનું સ્મરણ કરતા કરતા સાધક તે મંત્રપદોને, અક્ષરોને પોતાની કલ્પનાથી લખે છે. પછી એ જ અક્ષરોને મનથી જોવાનો પ્રયત્ન કરે છે. મન તે મંત્રાક્ષરોમાં એકાત્માની અનુભૂતિ કરવા લાગે છે. સિદ્ધ ચક્ર :
પદસ્થ ધ્યાનને સ્થિર કરવા માટે આચાર્યોએ સિદ્ધચક્રની સ્થાપની કલ્પના આપી છે. આ સિદ્ધચક્રમાં આઠ પાંખડીવાળો શ્વેત કમળની કલ્પના કરવામાં આવે છે. અને વચ્ચે કર્ણિક (બીજકોષ)માં “નમો અરિહંતાણં”ની સ્થાપના કરવામાં આવે છે. પછી પૂર્વ-પશ્ચિમ આદિ ચારે દિશાની પાખંડીઓ પર 'નમો સિદ્ધાણં' આદિ ચાર પદની સ્થાપના કરવામાં આવે છે. અને ચાર વિદિશાની પાંખડીઓ પર જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું ધ્યાન કરવામાં આવે છે. આવી રીતે સિદ્ધચક્ર પર નવપદનું ધ્યાન કરવામાં આવે છે. આવી રીતે કોઈ પણ પદ, અક્ષર કે મંત્રો પર મનોકલ્પના કરી ધ્યાન કરવામાં આવે છે. અક્ષર ધ્યાન :
અક્ષરોની કલ્પના કરીને તે અક્ષરો પર ભગવદ્ સ્વરૂપનું ચિંતન કરવામાં આવે છે. અક્ષર નષ્ટ થઈ જશે પણ તેનો અર્થ કે ભાવાર્થ ક્યારેય પણ નષ્ટ થતો નથી. તે તો અવિનાશી છે. અવિનાશી તત્ત્વ એક જ છે. આત્મા. શુદ્ધ સ્વરૂપ સ્થિત અવિનાશી આત્મતત્ત્વ અથવા પરમાત્મતત્ત્વની કલ્પનાના આધાર પર મનને સ્થિર રાખવું એ જ અક્ષર ધ્યાનનો ઉદ્દેશ છે. આની કલ્પના નીચેના ચિત્ર અનુસાર સમજી લેવી.
ઉપરના ચિત્ર અનુસાર નાભિકમલ, હૃદય કમલ અને મુખકમલ પર અક્ષરોની સ્થાપના કરીને પ્રત્યેક અક્ષરના આધાર પર ક્રમશઃ ચિંતન કરવું. ઉદાહરણ – નાભિકમળનાં મધ્યમાં “ગઈ લખ્યું છે. પહેલા “અહ”ના ભાવાર્થ પર તેના સ્વરૂપ પર ચિંતન કરવું જોઈએ. પછી મ, ના આદિ અક્ષરો
(૧૨)