________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
કરવામાં આવે છે કે પોતાના મનને મુક્ત મનનો લગાવ ક્યાં છે? મન જ્યાં પણ, જે પણ વિષયમાં લાગી ગયું ત્યાં તે જયાં સુધી સ્થિર રહે છે. ત્યાં સુધી તે વિષયનું ધ્યાન હોય છે. એટલા માટે ધ્યાનનો પ્રથમ અર્થ છે – મનનું એક વિષયમાં સ્થિર થવું.
પ્રશ્નઃ જો મનની એકાગ્રતાને ધ્યાન ગણવામાં આવે તો મન પાપકારી પ્રવૃત્તિમાં પણ સ્થિર થઈ જાય છે. તો તેને ધ્યાન કહેવામાં આવે છે ?
જવાબ : આના સમાધાન માટે આચાર્યોએ ધ્યાનના બે પ્રકાર બતાવ્યા છે. (૧) શુભ ધ્યાન (૨) અશુભ ધ્યાન. સારું વિચારવું એ શુભ ધ્યાન - મોક્ષનું કારણ છે. અને પાપકારી વિચારવું એ અશુભ ધ્યાન નરકનું કારણ છે.
ધ્યાન – ધ્યાન એટલે એકાગ્રતા. ચિત્તના વિક્ષેપનો ત્યાગ કરવો તે ધ્યાન છે. આત્મસ્થિત આત્મા એ ધ્યાનનું લક્ષણ છે. પંચ મહાવ્રત, પંચ સમિતિ, ત્રણ ગુપ્તિ (મન, વચન, કાયા), પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત અને આલોચણા એ બધાં જ ધ્યાનના પ્રકાર છે. પવિત્ર અને નિર્દોષ આસન ઉપર સ્થિર ને અડોલ બેસીને કે ઊભા રહીને એકાગ્ર ચિત્તે પરમાત્માનું ચિંતન-મનન કરવું. આત્મજ્ઞાન વિના આત્મધ્યાન ન થાય. જો દેહધારી જ્ઞાની સદ્ગરુની આજ્ઞાએ આત્માનું ધ્યાન કરવામાં આવે તો હૃદયપ્રવેશ પર આત્મા સજીવન મૂર્તિસ્વરૂપે પ્રગટે છે. નવકારમંત્રના ધ્યાનની સાધના કરવામાં આવે તો મુમુક્ષુને મુખમાં અમૃતરસની પ્રાપ્તિ થાય છે. વળી યથાયોગ્ય સમયે જીવને સમક્તિની પ્રાપ્તિ થાય છે. ધ્યાન કરવા માટે કોઈ નિયત સમય નથી હોતો. દેશ, કાળ, આસન વગેરેનો કોઈ અટલ નિયમ નથી ધ્યાનથી ચિત્તની એકાગ્રતા થાય છે અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સ્વભાવથી અનંત એવો આત્મા જયારે સમાધિમાં લીન થાય છે ત્યારે તે સમસ્ત જગતને પોતાનાં ચરણોમાં લીન કરી દે છે. ધ્યાન એટલે અહમ્ના કેન્દ્રમાંથી મુક્ત થઈને વહેતો આત્મઉર્જાનો સાત્ત્વિક પ્રવાહ. ધ્યાનના પ્રકાર : ધ્યાનના ઠાણાંગસૂત્રમાં ચાર પ્રકાર બતાવ્યા છે.
चत्तारि झाणा पन्नता तंजहा - ।
અટ્ટે ફાળે, રોદ્દે ફાળે, ફાળે સુવ જ્ઞાળે ! (ઠાણાંગ સૂત્ર | ૪) ધ્યાનના ચાર પ્રકાર છે - આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુક્લધ્યાન. પૂ. આચાર્ય સિદ્ધસેન દિવાકરજીએ ધ્યાનની પરિભાષા બતાવતા કહ્યું કે –
ગુમવર્મપ્રત્યયો ધ્યાનમ્ | (છાત્રિશદ દ્વાચિંસિકા - ૧૮/૧)