________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
ધ્યાન :
બૈ” ધાતુથી ધ્યાન શબ્દ બન્યો છે. જેનો અર્થ ધ્યાન, ચિંતન, મનન કરવું થાય છે. ઉપર કહ્યા પ્રમાણે બાહ્ય અને આત્યંતરના રૂપમાં બતાવેલી વાતોનું ધ્યાન વર્તમાન જીવનમાં રાખવાથી નિશ્ચયથી માનવને માનવતાનું પદ પ્રાપ્ત થશે અને આ જ આ જીવન તથા ભાવિ જીવનની સફળતા છે.
તપ શા માટે કરવાનું ?
નીતિશાસ્ત્રકારોએ કહ્યું છે કે “પ્રયોગનમવિશ્ય મન્હોનિપ્રવર્તતપ્રયોજન વગર કોઈપણ બુદ્ધિશાળી માણસ પણ હાથ-પગ ચલાવવાથી લઈને બીજી એકપણ પ્રવૃત્તિ નથી કરતા તો પછી પૂર્વના પુણ્યકર્મોથી મળેલા ભોગ અથવા ઉપભોગની સામગ્રીને જાણી સમજીને સમજદારીથી ત્યાગ કરવી આ કંઈ સહેલું કાર્ય નથી. ધ્યાનતપ :
જે વ્યક્તિ સ્વાધ્યાય નામના તપને આત્મસાત્ કરે તેના માટે ધ્યાન સહજ બને. અનુપ્રેક્ષા એ ચિંતનનો ઊંડો પ્રકાર છે. જેમ જેમ ચિંતનમાં ઊંડા ઉતરાય, જેમ જેમ ચિંતનીય પદાર્થોમાં એકાગ્રતા આવે તેમ તેમ ધ્યાન આવે ધ્યાનનું પ્રવેશદ્વાર અનુપ્રેક્ષા છે. ઊંડી અનુપ્રેક્ષામાંથી ધ્યાનનો પ્રારંભ થાય છે.
चित्तस्य एकाग्रसंवित्तिं ध्यानम् । ચિત્તની એકાગ્ર સ્થિતિ એ ધ્યાન છે. એમ કહ્યું છે તો વળી ક્યાંક
स्थिरप्रदीपवत् चित्तस्य अवस्थानं ध्यानम् । (१) સ્થિર પ્રદીપની જેમ ચિત્તનું એક સ્થાને રહેવું એ ધ્યાન છે.
अंतोमुत्तमित्तं चित्तावस्थाणमेगवत्युमि । અંતર્મુહૂર્ત માટે એક જ વસ્તુમાં ચિત્તનું રહેવું એ ધ્યાન છે. આ બધા છધ્યસ્થો માટેના ધ્યાન છે. જ્યારે કેવળી માટે તો યોગનિરોધાવસ્થા એ જ ધ્યાન છે.
પરમાણુનુ ચિંતન, પુદગલદ્રવ્યનુ ચિંતન, દ્રવ્ય, ગુણ પર્યાયનુ ચિંતન, આ બધા ચિંતનોમાં મહિનાના-મહિના વર્ષોના વર્ષો પસાર થઈ જાય.
પડદ્રવ્યની, નવતત્ત્વની, દ્રવ્ય-ગુણ-પર્યાયની ઊંડી અનુપ્રેક્ષામાંથી ચિતન આવે, ચિંતનમાંથી ધ્યાન