________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
- અનુપ્રેક્ષા દ્વારા તત્ત્વદર્શનનાં પ્રત્યેક દ્વારા ખુલ્લાં થાય છે.
- અનુપ્રેક્ષા દ્વારા ધર્મકથા સહજ પરિણતિરૂપ બને છે. : - અનુપ્રેક્ષો દ્વારા ધ્યાનમાં સહજતાથી પ્રવેશ થઈ શકે છે. - અનુપ્રેક્ષા દ્વારા અધ્યાત્મની પરિણતિનો અત્યંત વિકાસ થાય છે. - અનુપ્રેક્ષા દ્વારા સમત્વની શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.
અનુપ્રેક્ષા કરનારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું અનિવાર્ય છે કે ક્યાંય પોતાની અનુપ્રેક્ષાનું વહેણ આપ્તવચનની વિરુદ્ધ વહી ન જાય, એ માટે જ શાસ્ત્રનિષ્ઠતાનો આગ્રહ છે. ધર્મકથા :
અનુપ્રેક્ષા નામના સ્વાધ્યાય પછી ધર્મકથા નામનો સ્વાધ્યાય આવે છે. પહેલા ચાર પ્રકારનો સ્વાધ્યાય મુખ્યત્વે સ્વાત્મકલ્યાણ સાધનારો છે. જયારે આ ધર્મકથા સ્વાધ્યાય, સ્વકલ્યાણ ઉપરાંત વિશિષ્ટ પ્રકારે પરકલ્યાણ કરનાર છે. . અનુપ્રેક્ષા કરનાર સાધક જ્યારે ધર્મકથાનો પ્રારંભ કરે છે ત્યારે તેના મુખમાંથી અનુભવનું અમૃત નીતરે છે. એનાં પ્રત્યેક વચનો શાસ્ત્ર સાપેક્ષ હોય છે. પ્રમાણ અને નયથી એ વાણી પરિકર્મિત હોય છે. એમાંથી સંવેગ અને નિર્વેદના ઝરણા વહે છે. શાસ્ત્રીય ઉક્તિઓ અને યુક્તિઓની રમઝટ બોલે છે.
જેની પ્રજ્ઞા પરિકમિત બનેલી હોય તેવો ધર્મોપદેશક બોલે એટલે એમની વાત શ્રોતાને હૈયા સોંસરી સ્પર્શી જાય, તેમની ધર્મકથા હૃદયગમ હોય, પરિણતિવાળુ તેમનું જ્ઞાન હોય, તર્કસિદ્ધ એની વાત હોય. યુક્તિ એટલે તર્ક અને ઉક્તિ એટલે શાસ્ત્રવચન, તેનાથી યુક્ત તેમની ધર્મકથા હોય.
ઊંડી અનુપ્રેક્ષા કરનારો ધર્મકથા કરે ત્યારે તે આધારો બધા મોઢે આપે. યુક્તિઓ પણ ગજબની આપે, તે સાંભળતા ભલભલાના માથા ડોલી જાય. વળી એ ધર્મકથા માત્ર માથા ડોલાવે તેવી નહિ પણ તકસિદ્ધ, શાસ્ત્રસિદ્ધ હૃદયસ્પર્શી હોય અને સામાના હૈયામાં બરાબર પ્રતિષ્ઠિત થઈ જાય તેવી હોય. પહેલા અનુપ્રેક્ષાથી આત્માને બરાબર ભાવિત કરે અને પછી એ પદાર્થ ધર્મકથાના માધ્યમથી પીરસે. આ ધર્મકથાથી વિપુલ પ્રમાણમાં કર્મનિર્જરા થાય છે. શક્તિ હોવા છતા પણ ધર્મકથા ન કરે હતો જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય છે. માટે ઉપાધ્યાયજી મહારાજે લખ્યું છે કે... કે “મુનિ શક્તિ છતી નવિ ગોપે, વારે તેને શ્રુતા કોપે.”
દેશના એક પ્રકારની સાધના છે. શાસ્ત્રમાં આચાર્ય માટે એક વિશેષણ આવે છે કે “દેશનામાં એ આસક્ત હોય એ માટે શરીરની પણ પરવા ન કરે કારણ કે દેશનાથી જ શાસન ચાલે. દેશનાથી બોધ થાય.
(૧૭૯