________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
ઊંચાઈ પર પહોંચી જાય છે. અને ચિંતન મનનમાં સ્થિર બની જાય છે. તેને અનુપ્રેક્ષા કહેવામાં આવે છે.
(૫) ધર્મકથા:- ચિંતન-મનન કર્યા પછી અનુભવથી પ્રાપ્ત થયેલું જ્ઞાન લોક કલ્યાણની ભાવનાથી શબ્દો દ્વારા પ્રગટ કરી જ્યારે બીજાને સમજાવવામાં આવે છે ત્યારે તે કથનને ધર્મકથા કહેવામાં આવે છે. ધર્મકથાના ચાર ભેદ છે. (અ) આપણી સ્યાદવાદ ધ્વનિથી યુક્ત, પોતાના સિદ્ધાન્તોનું ખંડન કરવાવાળી તથા ઉપદેશ
આદિને આક્ષેપણી કથા કહેવામાં આવે છે. (બ) વિક્ષેપણી પોતાના સિદ્ધાન્તના મંડનની સાથે બીજાના સિદ્ધાન્તમાં રહેલા દોષોનું વર્ણન
કરી સ્વ-સિદ્ધાંતમાં દ્રઢનિષ્ઠા ઉત્પન્ન કરવી તે વિક્ષેપણી કથા છે. (ક) સંવેગની: કર્મોના વિપાક ફળોની નિરસતા બતાવી સંસારમાં વૈરાગ્ય ઉત્પન્ન કરવાવાળી
કથાને સંવેગની કહેવામાં આવે છે. (ડ) નિર્વેદનીઃ હિંસા-અસત્ય આદિના કટફળ બતાવી અહિંસા, સત્ય, બ્રહ્મચર્યનો ઉપદેશ
આપીને લોકોને ત્યાગના માર્ગે વાળવાવાળી કથાને નિર્વેદની કહેવામાં આવે છે. આમ સ્વાધ્યાય તપમાં ડુબકી લગાવી શ્રુતની આરાધના કરતા, જ્ઞાનની ઉપાસના કરતા, જ્ઞાનના દિવ્ય પ્રકાશને પ્રાપ્ત કરી જીવનને સફળ બનાવે છે. અનુપ્રેક્ષા : પરાવર્તન પછી અનુપ્રેક્ષા આવે છે.
અનુ એટલે પાછળથી અને પ્રેક્ષા એટલે પ્રકર્ષથી જોવું. સૂત્રના ઉંડાણમાં ઉતરી અને વ્યાપક રીતે અવગાહી પાછળથી આત્મસ્થ બનાવવું તે અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા સ્વાધ્યાયમાં મનોયોગની મુખ્યતા છે.
એક એક ગાથાની સૂત્ર રચના કે તેના અર્થગાંભીર્યનું ઊંડું ચિંતન થાય. જ્ઞાનની વિશાળતાનો બોધ થાય. શ્રોતાવર્ગના હૃદયમાં તત્ત્વનો યથાર્થ બોધ પ્રતિબિંબિત થાય છે. પ્રત્યેક વિષયમાં એક અનેક આગમાદિ શાસ્ત્રો, સૂત્રપાઠો અને તેના રહસ્યાર્થી રજૂ થાય છે. અનુપ્રેક્ષા એ ધ્યાનનું પ્રવેશદ્વાર છે. - અનુપ્રેક્ષા દ્વારા તત્ત્વોનો ઊંડો અને વિશાળ બોધ પ્રાપ્ત થાય છે. - અનુપ્રેક્ષા દ્વારા આત્મા વધુને વધુ અંતર્મુખ બને છે.
(૧૭)