________________
તપશ્ચર્યા
પ્રકરણ
-
ર
બીજી વાત - જેને પૂછવામાં આવે એનો વિનય અને સત્કાર કરવો જોઈએ. પ્રશ્ન પૂછતાં પહેલાં હાથ જોડી આજ્ઞા માંગવી જોઈએ. જો હા પાડે તો પ્રશ્ન પૂછતાં પહેલાં વંદના કરવી જોઈએ. જવાબ મળતાં સમાધાન થઈ જાય પછી વિનયપૂર્વક આભાર માનવો જોઈએ અને વંદના કરવી જોઈએ. આને પૂછણા કહેવામાં આવે છે.
પૃચ્છના ઃ
વાચના લીધા પછી ન સમજાય, તો તે સમજવા અગર નવા નવા તત્ત્વને મેળવવા માટે જ્ઞાની ગુરુ ભગવંતને બાળભાવે, વિનીત ભાવે પૂછવું એ પૃછના નામનો સ્વાધ્યાય છે. સંદેહને દૂર કરવા અને તત્ત્વને દૃઢ કરવા પૃછના છે.
પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસુરીજીએ ધર્મબિંદુગ્રન્થમાં સુંદર વાત કરી છે.
गुरुसमीपे प्रश्न : ।
ગુરુ પાસે પ્રશ્ન કરવો જોઈએ. માત્ર વિનયપૂર્વક નહિ પરંતુ વિશુદ્ધ વિનયપૂર્વક એમ કહ્યું છે. શાસનની સ્થાપના જ પૃચ્છના નામના સ્વાધ્યાયથી થઈ છે. ભગવાન પાસે ગણધર દેવોએ પ્રશ્ન કરતાં ભગવંતે જે ઉત્તર આપ્યો તે જ શાસન સ્થાપવાનું બીજ બની ગયું.
પૃચ્છના નામના સ્વાધ્યાયના આદર્શમૂર્તિ શ્રી ગૌતમસ્વામી મહારાજા છે.
દ્વાદશાંગીના રચયિતા, શ્રુતકેવળી, ચૌદપૂર્વના સ્વયં રચિયતા હોવા છતાં નાના નાના પ્રશ્નો પણ બાળભાવે પૂછતા કે ભગવંત ! આનું શું ? આ કઈ રીતે ?
એ પ્રશ્ન પણ ‘ભદંત ! ભગવંત ! ભંતે ! સંબોધન કહીને પૂછતાં. પૃચ્છના સ્વાધ્યાયમાં ટહૂકા ન હોય, ભંતે ! ભગવંત ! આ શબ્દો આવે. હૈયામાં વિનય બહુમાન હોય તો જ આવા શબ્દો ઉઠે અને ગૌતમસ્વામીનું સૌભાગ્ય પણ કેવું ? દરેક વખતે પ્રભુ ‘ગોયમા, ગોયમા કહીને પછી જવાબ આપે.
પરાવર્તના :
૧૭૬
વાચના, પૃચ્છના દ્વારા જે તત્ત્વ પ્રાપ્ત થાય તેનું પુનરાવર્તન કરવું તે પરાવર્તના નામનો સ્વાધ્યાય છે. જેને તત્ત્વ મૂડીનું મુલ્ય હોય તેનામાં પુનરાવર્તન સ્વાધ્યાય આવે.
જેમ પ્રતિક્રમણ સાથે બેસીને મંડળમાં થાય છે, તેમ સ્વાધ્યાય પણ મંડળમાં કરવાનો છે. માંડલામાં બેસી સ્વાધ્યાય કરવાથી સૂત્ર-અર્થમાં સ્ખલના - ભૂલ થાય કે તરત અરસપરસ પૂછી સુધારી શકાય. આ રીતે પુનરાવર્તન નિરંતર ચાલે. રાત્રિના સમયે જેનું પુનરાવર્તન ચાલ્યું હોય તેની તત્ત્વની મૂડી