________________
: તપશ્ચર્યા
પ્રકરણ - ૨
અકબંધ જળવાઈ રહે. ગોખેલું કદી ન ભૂલાય.
પુનરાવર્તન કરતા પરાવર્તન જૂદું છે. પુનરાવર્તનમાં કર્યું તેવું આવર્તન કરવાનું હોય છે.જ્યારે પરાવર્તનમાં પહેલેથી છેલ્લે સુધી, છેલ્લેથી પહેલે સુધી અને આડાઅવળા ક્રમે અને ચારેય બાજુથી આવર્તન કરવાનું હોય છે. જેને શાસ્ત્રીય પરિભાષામાં પૂર્વાનુપૂર્વી સ્વાધ્યાય, પશ્ચાનુપૂર્વી સ્વાધ્યાય અને અનાનુપૂર્વી સ્વાધ્યાય કહે છે.
આવો પરાવર્તન સ્વાધ્યાય કરાયતો મેળવેલું સૂત્ર કે અર્થરૂપ તત્ત્વ ક્યારેય ન વિસરાય. - સૂત્રની પરાવર્તના - અર્થની પણ પરાવર્તના - તદુભવની પણ પરાવર્તના કરાય છે.
આ પરાવર્તના તો મોટી વિદ્વતાના લક્ષે કરાય તો જ્ઞાન પણ અજ્ઞાનરૂપ બને અને સંસાર ભ્રમણનું કારણ બને. આ પરાવર્તના સ્વાધ્યાય જો આત્મલક્ષી બનીને કરાય તો સંયમ, નિર્વેદની છોળો ઉછળે, આત્મા ખૂબ જ નિર્મળ થાય અને પુલકિત થાય આ સ્વાધ્યાયમાં વાણીની પ્રધાનતા છે. આ સ્વાધ્યાયથી વચન યોગ સિધ્ધ થાય.
(૩) પરિપટ્ટણા :- અભ્યાસ કરેલું જ્ઞાન, કંઠસ્થ કરવામાં આવેલા તત્ત્વ, શ્લોક આદિને સ્મૃતિમાં સ્થિર રાખવા માટે વારંવાર ફેરવવું પુનરાવર્તન કરવું એ પરિયડ્રણા છે. શીખેલા પાઠને જો ફેરવવામાં ન આવે તો ધીમે ધીમે તે સ્મૃતિ નષ્ટ થઈ જાય છે. ધુંધળું થઈને વિસ્મૃત બની જાય છે. માટે કહેવત
पान सडे घोडा अडे विद्या वीसरी जाय।
___ तावडी पे रोटी जले कहो चेला किण काय। - गुरुजी फेरयानांय પાનને જો વારંવાર પલટાવવામાં ન આવે તો સડી જાય છે. ઘોડાને જો દોડાવવામાં ન આવે તો અડિયલ બની જાય છે. તાવડી પર રોટલી નાખવામાં આવે તો એને ફેરવવી પડે છે. ઉથલાવવી પડે છે. જો ઉથલાવવામાં ન આવે તો બળી જાય છે. એટલા માટે આ બધાને ફેરવવું પડે છે.
પરિપટ્ટણાથી જ્ઞાન સ્થિર થાય છે. શીખેલી વિદ્યા વધારે મજબૂત બને છે. જ્ઞાનને જેટલું વારંવાર ફેરવવામાં આવશે તો તે તેટલું જ વધારે સ્થિર થશે અને મજબૂત બનશે. આને પરિપટ્ટણા કહેવામાં આવે છે.
(૪) અનુપ્રેક્ષા - તત્ત્વના અર્થ અને રહસ્ય પર વિસ્તારની સાથે ગંભીર ચિંતન કરવું. અનુપ્રેક્ષામાં એક પ્રકારનું ચિંતન કરવામાં આવે છે. એમાં જ ધીમે ધીમે આગળ વધવાનું હોય છે. અનુપ્રેક્ષા સીડી છે. જે તન્મયતાના મહેલ પર ચઢવા માટે એક થી બીજી સીડી, બીજી થી ત્રીજી સીડી પર ચડતાં ચડતાં
-(૧૭)