________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
ઉત્તરાધ્યયન સૂત્ર ઠીક કહે છે કે, કર્મબંધનના હેતુ છે તે જ કર્મક્ષયના હેતુ બને છે અને જે કર્મક્ષયના હેતુ છે તે જ કર્મબંધનના હેતુ બને છે; અર્થાત્ જે વડે બુદ્ધિશાળી પુરુષ લાભ પામે તે જ ચીજ મૂર્ખાને નુકશાન કરે અને જે વડે મૂર્ખને નુકશાન થાય તે જ ચીજ બુદ્ધિશાળી મહાલાભનું કારણ થઈ પડે. - દુનિયા શું છે, જીવન શું છે, મનુષ્યશરીર કેમ બન્યું છે, એ શરીરની પ્રકૃતિ કઈ છે, ઇન્દ્રિયોના ધર્મ શું શું છે અને તે કેવી રીતે વર્તે છે, ઇચ્છાઓનો ઇતિહાસ અને સ્વભાવ શું છે, બુદ્ધિ શું છે અને તે ક્યાં અટકી પડે છે; આ બધા વિષયો જાણવાની આપણે દરકાર જ કરતા નથી અને જ્ઞાન વગર મુક્તિ લઈ લેવી છે.
કરો મહિનાની લાંધણ અને છૂટો આ નહિ સમજાય એવી દુનિયાની જાળમાંથી!” આ છે આપણી ભ્રમણા ! દુનિયાને સમજયા સિવાય દુનિયામાંથી છૂટવાનું જ ક્યાં છે? ધર્મની ભાવના વિના ભલે લાંધણી કરો અને આપઘાત કરો તેથી કાંઈ દુનિયામાં આવવાનું બંધ થઈ જવાનું નથી !
તેવી જ રીતે માનસિક શુદ્ધિ અને બળ માટે યોજાયેલી ક્રિયાઓ (જેવી કે પ્રાર્થના, અભ્યાસ, ધ્યાન વગેરે) પણ તેના હેતુ અને વિધિ સમજ્યા વગર ભાગ્યે જ લાભકારક થઈ શકે છે. અભ્યાસ (વાંચન) થોડા કે વધારે પ્રમાણમાં સૌ કોઈ કરે છે, પણ ઘણાખરા તો અભ્યાસથી ઉલટો (સમયનો વ્યર્થ કરવા ઉપરાંત) ગેરલાભ મેળવે છે.
અભ્યાસ શાનો કરવો, કેવી રીતે કરવો, વાંચતી કે સાંભળતી વખતે વિવેકબુદ્ધિને કેવી જાગ્રત રાખવી, વાંચેલા-સાંભળેલા સિદ્ધાન્તો એકાન્તમાં વાગોળવા કેવી રીતે, એ ખોરાકમાંથી કેટલો ભાગ લોહીમાં લઈ જવો અને કેટલો વિષ્ટા તરીકે ફેંકી દેવો : આ સર્વ ધ્યાનમાં રાખવા જેવું છે. બાહ્યતપનાં છ ભેદ :
अणसणमूणोयरिया भिक्खायरिया य रस परिच्चाओ ।
જિનેરો સંતીયા ય વળ્યો તવો હો . (ઉત્તરાધ્યયન સૂત્ર - ૩0) (૧) અનશન, (૨) ઉણોદરી (૩) વૃતિસંક્ષેપ (૪) રસપરિત્યાગ (૫) કાયક્લેશ (૬) સંલીનતા અનશન :
અનશનો અર્થ છે ઉપવાસ, નિરાહાર આહારને અનશન કહે છે. સાર્વત્રિક અથવા આંશિક ભોજનનો ત્યાગ કરી શકાય છે. અનશનના મહત્ત્વને સમજવા માટે આપણે આહાર સંબંધી થોડી વાત કરીશું.
- ૧૦૦