________________
તપશ્ચર્યા
જો પાપકર્મોની ભરતી થઈ તો પરાર્થ પ્રવૃત્તિથી એ કર્મોની ઓટ થઈ જાય છે.”
વૈયાવચ્ચ એ પરાર્થે પ્રવૃત્તિ છે. પ૨ની સેવાની કરણી છે. એટલે એમાં જન્મ-જન્મનાં સ્વાર્થમાયાથી ઉપજેલા પાપકર્મોના ચૂરા થાય છે. એમાં વળી ગુણિયલ અને ધર્મી આત્માઓની વૈયાવચ્ચમાં એમની ગુણસંપત્તિની અને ધર્મસાધના સુકૃત સાધનાની અનુમોદના રૂપ ભવ્ય આરાધના પણ થાય છે એટલું જ નહિ, પરંતુ એમના ગુણો અને સાધનાઓનું આકર્ષણ સક્રિય બનવાથી પોતાનામાં એવા ગુણ અને સાધનાઓ લાવવાનું મન થાય છે. સેવા-વૈયાવચ્ચથી કેટલા બધા અમૂલ્ય લાભ થાય છે તે નીચે પ્રમાણે છે.
(૧) નાશવંત અને અશુચિભર્યો આ દેહનો સુંદર સદુપયોગ થાય. (૨) અહંત્વાદિ દુર્ગુણોનો આત્મા પરથી કબ્જો ઊઠે.
(૩) સર્વજ્ઞવચનનને આગળ કરાય.
(૪) ત્યાગી વિરાગી સાધુ પ્રત્યે બહુમાન થાય.
(૫) વિષયો પ્રત્યે વિરાગતા ઝળહળે, વિષયોમાં વિષબુદ્ધિ આવે.
(૬) પાયાનો ગુણ પરાર્થવૃત્તિ-પરાર્થકરણ સિદ્ધ થાય.
(૭) સંસારનું મૂળ સ્વાર્થાંધતા-સ્વાર્થમાયા પાતળી પડી જાય.
(૮) પાપકર્મોનો નિકાલ થાય.
(૯) ગુણી અને ઉપકારીના ગુણ અને ઉપકારોની સક્રિય અનુમોદના થાય.
(૧૦) ગુણોની ભૂખ જાગે, પ્રયત્ન જાગે.
પ્રકરણ -૧
આવા આવા અનેકાનેક ભવ્ય આત્મકલ્યાણોને સાધીને આચનાર માટે સેવા-વૈયાવચ્ચ એ લાભોની ખાણ છે. એમાં ખૂબ જ ઉદ્યમ રાખવો એ જબરદસ્ત લાભ આપનાર તપ છે. અને તેનાથી બંધાયેલા પાપકર્મો નાશ પામી જાય છે. એના કારણે દુઃખમાંથી મુક્તિ મળી જાય છે. નહિતર લાંબા સમય સુધી આ કર્મો હેરાન કર્યા કરશે.
સામાન્ય અર્થમાં વૈયાવચ્ચ એટલે સેવા ચાકરી, અન્યને મદદ કરવી, તેવો બોધ વૈયાવચ્ચનો થાય છે, પરંતુ જૈન દર્શનની રીતે જોતાં વૈયાવચ્ચ એક પ્રકારનું તપ છે. જે ભગવંતો તપશ્ચર્યા કરે છે. તેઓ તો અનિવાર્યપણે કષ્ટ ભોગવે છે, પરંતુ જે શ્રાવકો અથવા ગૃહસ્થો તપશ્ચર્યા કરી રહેલા ભગવન્તોની સેવા સુશ્રુષા કરે છે એટલે બીજા શબ્દોમાં કહીએ તો ભગવન્તોની વૈયાવચ્ચ કરે છે, તેઓ પણ તપસ્વીઓ જ છે.
૧૬૮