________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
સ્વાધ્યાયની પરિભાષા :
સુ મા – મર્યાવ્યા અધીય તિ સ્વાધ્યાયઃ | (ઠાણાંગ ટીકા - પ/૩/૪૬૫ અભયદેવ ટીકા) સશાસ્ત્રને મર્યાદાપૂર્વક ભણવું વિધિ સહિત સારા પુસ્તકોનું અધ્યયન કરવું સ્વાધ્યાય છે.
સ્વાધ્યાયની વ્યુતપત્તિ કરતા કેટલાક વિદ્વાનોએ બતાવ્યું છે કે સ્ત્ર એ સ્વસ્મિન્ અધ્યાય - વધ્યયનં - સ્વાધ્યાયઃ પોતાનો પોતાની જ અંદર અધ્યયન કરવું એટલે કે આત્મચિંતન મનન કરવું - સ્વાધ્યાય છે.
જેમ શરીરના વિકાસ માટે વ્યાયામ અને ભોજનની આવશ્યકતા છે. તે પ્રકારે મસ્તક અર્થાત્ બુદ્ધિના વિકાસને માટે અધ્યયન (સ્વાધ્યાય)ની પણ આવશ્યકતા છે. અધ્યયનથી બુદ્ધિનો વ્યાયામ પણ થાય છે. મનની કસરત પણ થાય છે. અને નવા વિચારો, ચિંતન, જ્ઞાન આદિના રૂપમાં સારો ખોરાક પણ મળે છે. અધ્યયનથી બુદ્ધિનો વિકાસ અને મનનો પ્રકાશ પણ વધે છે. સ્વાધ્યાયનું મહત્ત્વ :
માણસના વિકાસ માટે સત્સંગ જોઈએ, પરંતુ સત્સંગથી પણ આગળ વધીને સતુ શાસ્ત્રનું મહત્ત્વ બતાવ્યું છે. સત્સંગ તો કોઈનો જ્યારે સંગ મળે ત્યારે જ થાય. પરંતુ સત્ શાસ્ત્ર તો માણસની સાથે જ રહે છે અને પ્રત્યેક ક્ષણ અભિન્ન મિત્રની જેમ સત્ કાર્યો તથા સવિચારની પ્રેરણા આપે છે. અંગ્રેજીના પ્રસિદ્ધ વિદ્વાન ટપરે લખ્યું છે કે “બુક્સ આર અવર બેસ્ટ ફ્રેન્ડસ”. પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્ર છે. એક વિચારકે કહ્યું છે કે “પુસ્તકો જ્ઞાનીઓની જીવંત સમાધિ છે.”
રોટલી માણસની સર્વપ્રથમ આવશ્યકતા છે. એ જીવન આપે છે. પરંતુ સતુશાસ્ત્ર એનાથી પણ મોટી આવશ્યકતા છે. કારણ કે તે જીવન જીવવાની કળા શીખવાડે છે. એટલા માટે મહાત્મા ટિબકે એ વખત કહ્યું હતું કે “હું નરકમાં પણ સાસ્ત્રોનું સ્વાગત કરીશ, કારણ કે એનામાં એક અભૂત શક્તિ છે કે એ જ્યાં પણ હશે ત્યાં આપો આપ સ્વર્ગ બની જશે.” એટલા માટે સશાસ્ત્રોનું અધ્યયન જીવનમાં અત્યન્ત આવશ્યક છે. આ કારણે શાસ્ત્રોને..
શાસ્ત્ર તૃતીય નોવ | (નીતિવાક્યામૃત - પ/૩૫) ત્રીજી આંખ કહેવામાં આવી છે. ભગવાન મહાવીરે પણ સ્વાધ્યાય માટે કહ્યું છે કે –
સવા નિત્તે સવ્વવુવિમોમg | (ઉત્તરાધ્યયન સૂત્ર - ૨૬/૧૦) સ્વાધ્યાય કરતા રહેવાથી સમસ્ત દુઃખોથી મુક્તિ મળે છે. જન્મ-જન્માન્તરોમાં સંચિત કરેલા અનેક પ્રકારનાં કર્મો સ્વાધ્યાય કરવાથી ક્ષય થઈ જાય છે.
૧૭૨