________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
લબ્ધિ પ્રાપ્ત થયેલી હોવી જોઈએ. વૈયાવચ્ચનું માથું - હૈયું ટાઢુબોળ હોય, જ્યારે હાથ-પગ બરાબર ગરમ હોય, ગમે તેવા વેણ પણ સાંભળી લે, છતાં બધું જ કામ; કામના સમયે કરી દે. બિમારને એમ કહેવું ન પડે કે “કાંઈક તકલીફ છે ... કાંઈક કરી આપો” બિમાર.. રાડો પાડે ત્યારે જ આવે તે વૈયાવચ્ચ કરનાર કહેવાય જ નહિ. પરંતુ એના હાવભાવ - પરિસ્થિતિ ઉપરથી જ માપ કાઢી લે અને કામ કરી જાય. વૈયાવચ્ચ માટે અપ્રમતતા ?
જેને વૈયાવચ્ચ કરવી હોય તેણે અપ્રમત્ત બનવું પડે. સતત જાગતાં રહેવું પડે. જેની વૈયાવચ્ચ કરતો હોય ત્યારે તે ઊઠે તે પહેલાં પોતે ઊઠી જાય. એને સુવડાવી પછી જ સૂવે. એ જમ્યા પહેલાં પોતે ન જમે. વૈયાવચ્ચ એ જગતને મળેલી જૈન શાસનની અપૂર્વ દેન છે. વૈયાવચ્ચ તપમા કાયા કસાય માટે કાયક્લેશ આવે, ઇન્દ્રિયો અંગોપાંગ - કષાયો - યોગોને સંકોચવા પડે માટે સંલીનતા પણ આવે અને સમય આવે ત્યારે ભૂખ્યા પણ રહેવું પડે માટે અનશન પણ આવે તો કોઈ વાર અધું ખાઈને ઊભા પણ થઈ જવું પડે આ રીતે ઉણોદરી પણ આવે. વૃત્તિ સંક્ષેપ પણ આવે. રસત્યાગ પણ આવે અને વિનય વિના વૈયાવચ્ચ હોય જ ક્યાંથી ?
આ બધા જ તપ જેનામાં હોય તે જ સાચી વૈયાવચ્ચ કરી શકે છે. સ્વાધ્યાયને ગૌણ કરીને પણ વૈયાવચ્ચ કરવાની કહી છે? સ્વાધ્યાય તો બીજ છે. જ્યારે વૈયાવચ્ચ ફળ છે. બીજ શા માટે વાવવાનું ફળ મેળવવા. ફળ સામેથી મળતું હોય ત્યારે તેની ઉપેક્ષા ન હોય, તે મેળવી જ લેવાનું હોય. સ્વાધ્યાય તપ :
स्वाध्यायः पञ्चविधो वाचना, प्रच्छना, परावर्तनाऽनुप्रेक्षा, धर्मकथा भेदात् । સ્વાધ્યાય તપ :
તપનો ઉદેશ માત્ર શરીરને ક્ષણ કરવા માટે નથી, પરંતુ એનો મુખ્ય ઉદ્દેશ છે અંતર વિકારોને ક્ષય કરી મનને નિર્મળ તથા સ્થિર બનાવવાનો. આત્માને સ્વરૂપ દશામાં પ્રગટ કરવાનો. માનસિક શુદ્ધિ માટે તપના વિવિધ સ્વરૂપોનું વર્ણન જૈનસૂત્રોમાં બતાવ્યું છે. એમાં સ્વાધ્યાય અને ધ્યાન આ બે પ્રમુખ છે. સ્વાધ્યાય મનને શુદ્ધ બનાવવાની પ્રક્રિયા છે અને ધ્યાન મનને સ્થિર બનાવવાની પ્રક્રિયા છે. શુદ્ધ મન જ સ્થિર થઈ શકે છે. એટલા માટે પ્રથમ મનની શુદ્ધિ પર વિચાર કરવો જોઈએ કે કયા કયા સાધનોથી, કઈ કઈ પ્રક્રિયાઓથી મનને નિર્મળ તથા નિર્દોષ બનાવવાનો છે. એટલા માટે આભ્યન્તર તપના ચોથા ક્રમમાં સ્વાધ્યાય તપ રાખવામાં આવ્યો છે.