________________
તપશ્ચર્યા
વચ્ચે કોઈ ગામમાં કોઈ સાધુ બીમાર હોય અને બીજું કોઈ એમની વૈયાવચ્ચ કરનારું ન હોય તો તેમની સમાધિ માટે શાસનના મહત્ત્વના કાર્ય માટે નીકળેલા સાધુએ તેમની સેવામાં રોકાઈ જવું અને જ્યાં સુધી બીજી કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ત્યાં રોકાઈ જવું અને જ્યાં સુધી બીજી કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ત્યાં રોકાઈને વૈયાવચ્ચ કરવી તેમ કહ્યું છે. આટલું બધું વૈયાવચ્ચ તપનું મહત્ત્વ શાસ્ત્રમાં કહ્યું છે.
શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા કહે છે કે -
'जो गिलाजं पडिचरइ सो मां पडिचरइ ।'
જે ગ્લાનની સેવા કરે છે તે મારી સેવા કરે છે.
વૈયાવચ્ચ તપનું આટલું બધું મહત્ત્વ કહ્યું છે.
મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે...
પ્રકરણ ૨
“વૈયાવચ્ચે પાતિક તૂટે ખંતાદિક ગુણ શક્તિ”
વૈયાવચ્ચથી પાપોનો નાશ થાય છે. ખંતાદિક એટલે કે ક્ષમા વગેરે ગુણો ખીલે છે. ગચ્છવાસ, ગુરુકુળવાસમાં રહેવાના કારણે શાસ્ત્રમાં બતાવ્યા છે તેમાં એક કારણ વૈયાવચ્ચ પણ બતાવેલ છે.
જેનાથી વિપુલ કર્મની નિર્જરા થાય એવો તપ કોણ જતો કરે ? અઠ્ઠમ, અઠ્ઠાઈ કે માસખમણનો તપ કરવો સહેલો છે. પણ વૈયાવચ્ચ તપ ખાઈને કરવાનો હોય તો પણ અઘરો છે.
'सेवाधर्मो परमगहनो योगीनामप्य गम्यः ।'
સેવાધર્મ કેટલો બધો ગહન છે કે યોગીઓને પ્રાપ્ત થવો પણ અત્યન્ત દુર્લભ છે.
“જેટલો અઘરો તપ તેટલી કર્મ નિર્જરા વધારે થાય છે.” અંતરની કોમળતા વગર વૈયાવચ્ચ તપ ન આવે.
- વૈયાવચ્ચ કરવા જ્ઞાન ઘણું જોઈએ.
- વૈયાવચ્ચ કરવા સમતા પણ ઘણી જોઈએ.
- વૈયાવચ્ચ કરવા ધૈર્ય પણ ઘણું જોઈએ.
- વૈયાવચ્ચ કરવા નમ્રતા પણ ઘણી જોઈએ.
અંતરની કોમળતા પારાવાર જોઈએ, સામાના મનને સમજવા પૂરી તત્પરતા જોઈએ. ઉપશમ
૧૭૦.