________________
તપશ્ચર્યા
પ્રકરણ ૨
અભિમાની, ઉદ્ધત, ઉદંડ સાચી વૈયાવચ્ચ એટલે કે વૈયાવચ્ચ તપ ન કરી શકે. અભિમાની, ઉદ્ધત, ઉદંડ હોય તે નમી ન શકે માટે સાચી વૈયવચ્ચે ક્યારે પણ ન કરી શકે. વૈયાવચ્ચ કરવા મનને કોમળ બનાવવું પડે. મનને અતિ નમ્ર બનાવવું પડે. મનને કષાયથી મુક્ત બનાવવું પડે. મનને ગુણાનુરાગી બનાવવું પડે.
જેની વૈયાવચ્ચ કરવી છે, એના સ્વભાવને અનુકૂળ બનવું પડે. શક્ય છે કે જેની વૈયાવચ્ચ કરે એ અનુકૂળ ન પણ બને, એનો સ્વભાવ ગરમ હોય તો પણ વૈયાવચ્ચ કરનારે પોતે એને અનુકૂળ બનવું પડે.
વિનય વગરનો આત્મા પ્રતિપક્ષને અનુકૂળ ન બની શકે અને અનુકૂળ બન્યા વગર સાચી વૈયાવચ્ચ થઈ શકે નહિ. માત્ર અન્યનું કામ કરી આપવું એ વૈયાવચ્ચ નથી. એ કામના માધ્યમથી આત્માનો વૈયાવચ્ચ ગુણ પ્રગટ કરવાનો છે એ ક્યારે બને? એ સેવાનું કામ પણ પ્રતિપક્ષને અનુકળ બનીને કરો તો જ ગણાય. વૈયાવચ્ચ એ અપ્રતિપાતી ગુણ છે ?
વૈયાવચ્ચ એ અપ્રતિપાતી ગુણ છે. “વ્ય વિર પડવવું, વેચાવવું મડપટ્ટ ' અપ્રતિપાતિ ક્યારેય નિષ્ફળ ન જાય તેવા અને આ અપ્રતિપાતી ગુણને અનશનાદિ તપ કરનાર, કાયક્લેશ અને સલીનતાને સિદ્ધ કરનાર, પ્રાયશ્ચિત દ્વારા આંતરિક વિશુદ્ધિ સાધનાર, વિનય દ્વારા અત્યંત કોમળતા, લઘુતાને ધરનાર આત્મા જ તાત્ત્વિક રીતે આરાધી શકે છે.
જે નિર્જરાનું કારણ બને તેમાં આ ગુણ તાત્ત્વિક રીતે પ્રગટી શકે છે.આ ગુણને સારી રીતે આરાધવા માટે નિર્જરાનું કારણપણું, જિનાજ્ઞાનો આદર, શાસ્ત્રબોધ, ઉત્સર્ગ-અપવાદનું જ્ઞાન, દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવથી ઊંડી સમજ, સામાના મન અને ભાવને સમજવાની ક્ષમતા વગેરે હોય તો આ વૈયાવચ્ચ નામનો તપ શ્રેષ્ઠ રીતે આરાધી શકાય છે. વૈયાવચ્ચનું મહત્ત્વ : છે આ વૈયાવચ્ચ નામનો તપ ઘણો મહત્ત્વનો છે. વૈયાવચ્ચનું મહત્ત્વ શાસ્ત્રમાં કેટલું બતાવ્યું છે. તે ખાસ સમજવા જેવું છે.
આચાર્ય ભગવંતની આજ્ઞાથી કોઈ સાધુ શાસનની પ્રભાવનાના અગત્યના કામ માટે જતો હોય,